વાપી પાલિકાની સામાન્ય સભામાં સમિતિઓની જાહેરાતમાં પ્રમુખના અંગ્રેજી ભાષા પ્રત્યેના મોહમાં ગુજરાતી ભાષામાં નામ બોલતી વખતે છબરડા વળ્યાં
વાપી નગરપાલિકામાં ભાજપે સત્તાની કમાન સંભાળ્યા બાદ ગત મહિને પ્રથમ સામાન્ય સભાનું આયોજન કરી પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેનની વરણી કરી હતી. જે બાદ 17મી જાન્યુઆરી 2022ના 11:30 વાગ્યે બીજી સામાન્ય સભાનું આયોજન કરી પાલિકાની વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી.
વાપી નગરપાલિકાના હોલમાં આયોજિત સામાન્ય સભામાં નગરપાલિકા પ્રમુખ-ઉપપ્રમુખ, ચીફ ઓફિસરની અધ્યક્ષતામાં ઉપસ્થિત તમામ નગરસેવકોની હાજરીમાં વિવિધ સમિતિઓની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી વાપી નગરપાલીકાની વિવિધ સમિતિઓ તેમજ ચેરમેનશ્રીઓની રચના કરી નામ જાહેર કરવામાં આવ્યાં હતાં.
પાલિકાની સામાન્ય સભામાં કારોબારી સમિતિમાં
ચેરમેન તરીકે મિતેષ નવનીતરાઇ દેસાઈ જ્યારે બોડીમાં સુરેશ મણિલાલ પટેલ, જયેશ અશ્વિન કંસારા, ભારતીબેન ધર્મેન્દ્ર ચૌહાણ, દેવલબેન દિપક દેસાઈ, નિલેશકુમાર ભીખુ રાઠોડ, ...