દાદરા નગર હવેલી પેટા ચૂંટણીમાં ભાજપના પ્રભારીએ ટીકીટની દાવેદારી માટે ચાલતી અટકળોનો અંત આણ્યો પણ ઉમેદવારને ટીકીટ આપવાનું કોકડું ગુંચવાયું
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં લોકસભા સીટના અપક્ષ સાંસદ મોહન ડેલકરના આકસ્મિક નિધન બાદ 30મી ઓક્ટોબરે લોકસભાની પેટા ચૂંટણીનું મતદાન છે. જે માટે 1લી ઓક્ટોબરથી 8મી ઓક્ટોબર દરમ્યાન ઉમેદવારનું નામ જાહેર કરી ફોર્મ ભરવાનું છે. આ પ્રક્રિયા પુરી કરવા અને ચૂંટણીમાં ભાજપ તરફી ચૂંટણી પ્રચાર કરવા, કાર્યકરો સાથે ચૂંટણીની સમીક્ષા કરવા આવેલા કેન્દ્રીય રેલ પ્રધાન અને પેટા ચૂંટણી પ્રભારી અશ્વિની વૈષ્ણવ સામે ઉમેદવારનું નામ જાહેર કરવામાં અનેક પડકારો આવતા ગુપ્ત બેઠકમાં દાવેદારી માટે ચાલતી અટકળોનો અંત આણ્યો હતો. પણ ઉમેદવારને ટીકીટ આપવાનું કોકડું ગુંચવાયું ગયુ છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની લોકસભા સીટની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનું નામ જાહેર કરવા સોમવારે ચૂંટણી પ્રભારી અને કેન્દ્રીય રેલ પ્રધાન અશ્વિની વૈષ્ણવ દાદરા નગર હવેલીની મુલાકાતે આવ્યાં હતાં. વૈષ્ણવે દાદરા નગર હવેલીમાં કાર્યકરો સ...