Friday, January 31News That Matters

Tag: Haji Kasam vijali ship The tragic event of December 8 1888 killed 744 passengers

8મી ડિસેમ્બર 1888ની કાળજું કંપાવતી ગોઝારી ઘટના, વીજળી નામના જહાજમાં 13 જાનના જાનૈયા સહિત 744 પ્રવાસીઓ મોતને ભેટ્યા હતા

8મી ડિસેમ્બર 1888ની કાળજું કંપાવતી ગોઝારી ઘટના, વીજળી નામના જહાજમાં 13 જાનના જાનૈયા સહિત 744 પ્રવાસીઓ મોતને ભેટ્યા હતા

Gujarat, National
હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ... આ લોકગીત દરેક ગુજરાતીએ સાંભળ્યું હશે. પરંતુ આ ગીત જે ગોઝારી દુર્ઘટના ની યાદ અપાવે છે તેનાથી મોટા ભાગના ગુજરાતીઓ કદાચ અજાણ હશે. ત્યારે એ દુર્ઘટનાને ફરી તાજી કરી મૃત્યુ પામેલા એ 744 જેટલા મૃતાત્માઓને શ્રધ્ધાસુમન અર્પણ કરવાના ઉદ્દેશ્યથી અહીં વિસ્તાર પૂર્વકના વર્ણન સાથે લખવામાં આવી છે. ફોટો સૌજન્ય સોશ્યલ મીડિયા વર્ષ 1888માં હાજી કાસમ નામના વેપારી પાસે વૈતરણા જહાજ હતું. આ જહાજ વીજળી તરીકે જાણીતું હતું. જહાજ મૂળ તો એ.જે.શેફર્ડ એન્ડ કુાં, મુંબઈની માલિકીનું હતું. જે 8 ડિસેમ્બર 1888 ના રોજ ગુજરાતના સૌરાષ્ટ્ર નજીક વાવાઝોડાંમાં માંડવીથી મુંબઈ જતી વખતે ખોવાઈ ગયું હતું. એવું મનાય છે કે આ દુર્ઘટનામાં 744 જેટલા લોકો ડૂબી ગયા હતા. જેમાં અંજારના 13 જાનના જાનૈયા અને મુંબઈ યુનિવર્સિટીની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ સહિત કેટલાક વેપારીઓ હતાં. વૈતરણા માંડવી...