હવે, હમજાયું કે ભુપેન્દ્ર પટેલ વલહાડ જિલ્લા પર કેમ ઓળઘોળ થયાને બે MLA ને મંત્રી બનાઈ દીધા
ગુજરાતમાં 5 વરહ હુધી પુર, વાવાઝોડા, દાક્તરો, માસ્તરોની હળતાળો, કોરોના મહામારી હામે ઝીંક ઝીલી સરકાર ટકાવી રાખ્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નીતિન પટેલની સરકારનું હાઇકમાન્ડ ના આદેશથી ઉઠમણું કયરૂ અને નવા નિહાળીયા એવા ભુપાદાદાને અચાનક જ મુખ્યમંત્રી પદ અપાઈ દીધું. આ રાજકારણ હજુ ગુજરાતની જનતાને હમજાયું નથી. એવામાં વરી નવા મુખ્યપ્રધાન બનેલા ભુપેન્દ્ર પટેલે બીજો આંચકો વલસાડ જિલ્લાના બે-બે MLA જે એકેયવાર મંત્રી નહોતા બઈના, અને એમાં પણ વરી એક તો કોંગ્રેસમાંથી આવેલ બારાતું હતો. એને મંત્રી મંડળમાં બેહાડી લીધા.
આ આંચકો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના પટેલો, કોળીઓ, ઠાકોરો અને બીજી કોમને ખાટલામાંથી ઉભા કરી દીધા જેવો હતો. પણ બંધાય ને ખબર સે કે આવું કાંઈ થાય એટલે ખણખોદિયા પત્રકારોને એના જેવા રાજકારણીઓ ખણખોદ કરવા ધંધે લગાડી મૂકે અને મૂળ હોધી ને રીયે. બસ આવી જ ખણખોદ કરીને ભુપેન્દ્ર...