વાઈટલ કંપનીમાં વાલ ની ચોરીમાં કર્મચારીને માર મારવાના મામલે GIDC પોલીસે તપાસ હાથ ધરી
વાપી GIDC માં 3rd ફેઈઝમાં આવેલ વાઈટલ હેલ્થકેર લેબોરેટરીઝ કંપનીના કર્મચારીને વાલ ની ચોરીમાં માર મારવાના મામલામાં વાપી GIDC પોલીસે ફરિયાદી સુનિલ જવાહરલાલ સરોજની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
વાપી GIDC માં નોંધાયેલ ફરિયાદ મુજબ વાપી GIDC માં 3rd ફેઝમાં આવેલ વાઈટલ કંપનીમાં 9 વર્ષથી મશીન ઓપરેટરનું કામ કરતા સુનિલ સરોજ નામના શ્રમિકને વાલ્વ ચોરીની શંકામાં કંપનીના મેનેજર શંકર બજાજ, સંજય ડોડીયા, લેબર કોન્ટ્રકટર રાહુલ અને સિક્યુરિટી સુપરવાઈઝર રાહુલે તેને ગોંધી રાખી કંપનીમાં માર માર્યો હતો. જે બાદ રાહુલ કોન્ટ્રાક્ટરે તેને બાઇક પર બેસાડી છીરીની એક રૂમમાં પુરી ઢોર માર માર્યો છે.
આ ફરિયાદ આધારે વાપી GIDC પોલીસે IPC 323, 342, 506(2), 114 મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. જેમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પોલીસે ઘટનાની તપાસ સંદર્ભે કંપનીના CCTV ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી છે. જેમાં...