વાપી GIDCમાં ગ્રીન સ્પેસ પચાવવાનો ખેલ, જેટકોની GIDC માં જતી ઓવરહેડ વિજલાઈનને અન્ડરગ્રાઉન્ડ કરાશે!
વાપીમાં રેમન્ડ સર્કલ ખાતે રવિવારે રાજ્યના ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે GIDC (Gujarat Industrial Development Corporation) માં જતી જેટકો (Gujarat Energy Transmission Corporation Limited) GETCOની 5 કિલોમીટરની 66 KV ની હાઈટેંશન વીજલાઈનને 21.44 કરોડના ખર્ચે અન્ડરગ્રાઉન્ડ કરવાની કામગીરીનું ખાત મુહરત કરવામાં આવ્યું હતું.
વાપી GIDC માં બલિઠા સ્થિત (Gujarat Energy Transmission Corporation Limited) GETCOની 66 KV હાઈ ટેંશન લાઇન વાપી GIDC ના ઔદ્યોગિક એકમોમાં વીજ પુરવઠો પૂરો પાડે છે. જેમાં લાઇન નંબર 1, 2ની 3 કિલોમીટર તેમજ 4th ફેઈઝની 2 કિલોમીટરની (કુલ 5 કિલોમીટરની) ઓવરહેડ વિજલાઈનને કન્વર્ટ કરી અન્ડરગ્રાઉન્ડ કરવામાં આવે તો વિજલાઈન નીચે રહેલી ગ્રીન સ્પેસની કિંમતી જમીન અન્ય હેતુ માટે અંકિત કરી શકાય તેવા ઉદ્દેશ્યથી GIDC-નોટિફાઇડના અધિકારીઓ, ઔદ્યોગિક એકમના ઉદ્યોગકારોએ ...