ધરાસણાના મીઠા સત્યાગ્રહમાં વલસાડ જિલ્લાના લડવૈયાઓએ પણ સહ્યા હતા પોલીસના અમાનુષી અત્યાચાર
વલસાડ : દેશની આઝાદીને 2022માં 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી, વલસાડના સંયુકત ઉપક્રમે ‘‘વલસાડ જિલ્લાનું આઝાદીના લડતમાં યોગદાન'' વિષય પર સંસ્કાર કેન્દ્ર હોલ, કોલેજ કેમ્પસ ખાતે પ્રેસ સેમિનાર યોજાયો હતો. જેમાં ઉપસ્થિત કેળવણીકાર અને લેખક એવા ડૉ. જે. એમ. નાયક અને ડૉ. નરેશભાઇ ભટ્ટે જણાવ્યું હતું કે, દેશની આઝાદીની લડતમાં વલસાડ જિલ્લો કે દક્ષિણ ગુજરાત પણ બાકાત નથી. દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરાવવા માટે આ વિસ્તારના આઝાદીના લડવૈયાઓએ કેટકેટલા જુલમો, અત્યાચારો અને યાતનાઓ વેઠી હતી ત્યારે આપણે આ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ.
પ્રેસ સેમિનારમાં કેળવણીકાર અને લેખક એવા વલસાડની શાહ એન.એચ.કોમર્સ કોલેજના પૂર્વ આચાર્ય ડૉ. જે. એમ. નાયકે તેમના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, દેશની આઝાદીને વર્ષ 2022 માં 75...