દમણમાં મોદી સરકારના 7 વર્ષની ઉજવણીનો ફિયાસ્કો! રક્તદાન કેમ્પમાં માત્ર 4 યુનિટ રક્ત એકત્ર થયું
રિપોર્ટ :- ગુરુ G.
દમણ :- દમણમાં 30મી મેં ના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 7 વર્ષ પૂર્ણ થયા તેની ઉપલબ્ધીમાં દમણ ભાજપ દ્વારા સેવા હી સંગઠન હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે દમણ ભાજપના આ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલ રક્તદાન કેમ્પમાં માત્ર 4 યુનિટ રક્ત જ એકત્ર થયું હતું. નવાઈની વાત છે કે કેમ્પમાં ફોટા પડાવવા 11 ભાજપના કાર્યકરો ઉપસ્થિતિ રહ્યા હતાં. પરંતુ રક્તદાન કરવા આગળ આવ્યા નહોતા.
ભાજપના સંગઠનમાં સેવા હી સંગઠન કાર્યક્રમ અંતર્ગત સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ અને દીવ પ્રદેશ ભાજપના અધ્યક્ષ દિપેશ ટંડેલના નેતૃત્વમાં લગભગ 150 જેટલા સ્થળો ઉપર માસ્ક, સેનેટાઈઝર, ભોજન બ્લડ ડોનેશન કેમ્પ, કોરોના વોરિયર્સનું સન્માન વગેરે જેવા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. દમણમાં પણ દરેક વોર્ડમાં જિલ્લા પ્રમુખ અસ્પી દમણીયાની આગેવાનીમાં આ કાર્યક્રમો યોજ...