દાદરા નગર હવેલીના ખેડૂતે શિમલાથી લાવેલા 300 સફરજનના રોપાઓનું વાવેતર કરી સફરજનની સફળ ખેતી કરી, 3000ને બદલે 300 કલાકની ઠંડકમાં 3 દિવસે એક વાર પાણી આપ્યાં બાદ 40 ડિગ્રીના તાપમાને તૈયાર થયા ટેસ્ટી સફરજન
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના મોરખલ ખાતે અદુમાર્યો ન્યુમ્સ નામના ખેડૂતે શિમલાથી લાવેલા 5 અલગ અલગ વેરાયટીના 300 સફરજનના રોપાઓનું વાવેતર કરી સફરજનની સફળ ખેતી કરી છે. આ ઝાડ પર હાલ સફરજનના ફળ આવ્યા છે જેનો ટેસ્ટ ખૂબ જ સારો છે. આ સફરજનની વેરાયટી શિમલાના હરિમન શર્માએ તૈયાર કરી છે. જે 3000 કલાકની ઠંડકને બદલે 300 કલાકની ઠંડકમાં અને 3 દિવસે એક વાર પાણી આપ્યાં બાદ પણ સારા ફળ આપે છે. દાદરા નગર હવેલીના ખેડૂત અદુમાર્યો ન્યુમ્સે તેમને રોપ્યા બાદ પ્રથમ વખત 40 ડિગ્રીના તાપમાન ધરાવતા પ્રદેશમાં આગામી મેં-જુનમાં પ્રથમ પાક લણશે.
સંઘપ્રદેશના દાદરા અને નગર હવેલીના ગરમ વાતાવરણમાં ઠંડા પ્રદેશના ફળોની ખેતી અત્યાર સુધી અસંભવિત ગણાતી હતી. પરંતુ હાલમાં જ શિમલાના હરિમન શર્માએ ખાસ રિસર્ચ હાથ ધરી સફરજનની 5 એવી વેરાયટી તૈયાર કરી છે. જે ઠંડા પ્રદેશને બદલે ગરમ પ્રદેશમાં પણ સારા ફળ નો પાક આપી શકે. આ રોપાઓ દાદરા નગર હ...