સરીગામની આરતી ડ્રગના સોલીડવેસ્ટ મામલે GPCB ની ભૂમિકા પર શંકા?
સરીગામની આરતી ડ્રગ લિમિટેડ કંપનીમાંથી સોલીડવેસ્ટ ભરેલ ટ્રક ને GPCB એ પકડ્યા બાદ 2 દિવસથી ટ્રક હોટેલના પાર્કિંગમાં જ રાખી મૂકી હોય, આ સમગ્ર મામલે GPCB ના અધિકારીઓ પર શંકાની સોય તકાણી છે. બિલ વગરનો સોલીડવેસ્ટ આટલી મોટી કંપનીમાંથી નીકળ્યો કેવી રીતે તે અંગે કંપનીના CCTV ચેક કરવા જરૂરી
ભિલાડ નજીક હાઇવે નંબર 48 પર એક હોટેલ ના પાર્કિંગમાં સવારથી પાર્ક થયેલ ટ્રક માં સોલીડવેસ્ટ હોવાની જાણકારી GPCB ની ટીમને મળી હતી. જે બાદ આ સોલિડ વેસ્ટ સરીગામની આરતી ડ્રગ લિમિટેડ કંપનીનો હોવાનું ફલિત થતા GPCBની ટીમે તેના સેમ્પલ લઈ કંપનીમાં પડેલ સોલીડવેસ્ટ સેમ્પલ સાથે મેચ કરી ખરાઈ કરી હતી. જો કે તે બાદ આ મામલે GPCB ના અધિકારીએ આગળ કોઈ કાર્યવાહી કરી ના હોવાની વિગતો સૂત્રો પાસેથી મળી છે.
મળતી વિગતો મુજબ આ ગેરકાયદેસર સોલીડવેસ્ટ સગેવગે કરવાનું મસમોટું કૌભાંડ છે. જેમાં કંપનીના કરતૂત બહાર આવે તો...