ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિતે દમણમાં યુપી ના રાજ્યપાલ આનંદી બેન પટેલના હસ્તે મહિલાઓનું સન્માન
8 મી માર્ચ ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિત્તે સંઘપ્રદેશ દમણમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. જેમણે દેશમાં મહિલાઓ માટે થઇ રહેલા સ્ત્રી સશક્તિકરણની સરાહના કરી મહિલાઓમાં જોવા મળતા સર્વાઈકલ કેન્સર અંગે સમાજમાં જાગૃતિ લાવવા અપીલ કરી હતી.
8 મી માર્ચના વિશ્વ મહિલા દિન નિમિત્તે દમણના સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદી બેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. જેમના હસ્તે દમણના પદ્મશ્રી પ્રભાબેન પટેલ સહિત દમણ નું નામ રોશન કરનાર દિકરીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. 8 મી માર્ચ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં દાદરા નગર હવેલી અને દમણ અને દિવ પ્રશાસન દ્વારા મહિલા દિવસ નિમિતે મહિલાઓનું સન્માન કરી આ દિવસની ઉજવણી કરવામા...