દમણમાં પ્રશાસની વુમન્સ ડે ઉજવણીમાં દાદરા નગર હવેલીના પ્રથમ મહિલા સાંસદની ગેરહાજરી! લોકોમાં અનેક તર્કવિતર્ક
8મી માર્ચે વિશ્વ મહિલા દિનની કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીના કાર્યક્રમમાં દમણના પદ્મશ્રી પ્રભાબેન શાહથી લઈને અનેક નામી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. દાદરા નગર હવેલી અને દમણ અને દિવ પ્રશાસન દ્વારા આયોજિત કાર્યક્રમમાં જો કે એક મહિલાની ગેરહાજરી આંખે ઉડીને વળગી હતી. અને એ મહિલા એટલે દાદરા નગર હવેલીના મહિલા સાંસદ કલાબેન ડેલકર, જે પ્રશાસન મહિલાઓના સન્માન ની વાતો કરતું હોય તેના કાર્યક્રમમાં મહિલા સાંસદની ગેરહાજરી કેટલી ઉચિત કહેવાય તેવી પ્રતીતિ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દિવના લોકો અનુભવી રહ્યા છે.
એક તરફ દમણમાં આયોજિત કાર્યક્રમમાં દાદરા નગર હવેલીના અધિકારીઓને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હોય, નગરપાલિકાના ભાજપના સભ્યો, આરોગ્યકર્મીઓ ને આમંત્રણ આપવામાં આવ્યું હોય તેવા કાર્યક્રમમાં તે જ પ્રદેશની મહિલા સાંસદ ગેરહાજર રહેતા હોય તો એ વુમન્સ ડે...