પ્રવાસીઓને પહાડ, પાદપ અને પયના ત્રિવેણી સંગમનો એહસાસ કરાવતી દાદરા નગર હવેલીની તંબુ નગરી
કચ્છના રણમાં અને સાપુતારા ના પહાડી વિસ્તારમાં આવેલ તંબુ નગરી પ્રવાસીઓને વૈભવી સ્ટાઇલમાં કુદરતની નજીક રહી તેને માણવાનો અદભુત કરાવે છે.
આવી જ તંબુ નગરી સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં છે. દેશમાં અદ્યતન ઇમારતો સહિતનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરતી કંપનીએ દાદરા નગર હવેલીમાં ઉંચા પહાડો, બારેમાસ વહેતી નદી, ઊંચા વૃક્ષોની ઘટાટોપ છાયામાં કુદરતી નજારાને માણવા ટેન્ટ રિસોર્ટ બનાવ્યો છે. જે હાલ દાદરા નગર હવેલીમાં પ્રવાસે આવતા પ્રવાસીઓ માટે હોટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનવા તરફ આગળ વધી રહી છે.
દાદરા નગર હવેલી ઘેઘુર વનરાજી, વન્ય જીવો, ખળખળ વહેતા પાણીના ઝરણા માટે દેશભરના પ્રવાસીઓનો માનીતો પ્રદેશ છે. અહીં અનેક પ્રવાસન સ્થળો આવેલા છે. જેની પ્રશાસન સતત માવજત કરી પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે. ત્યારે હવે દાદરા નગર હવેલીમાં પ્રવાસીઓ કચ્છના રણમાં કે સાપુતારાના પહોડોમાં જેમ તંબુ નગરીમાં રોકાણ કરી પ્રવાસનો આનંદ ઉ...