મોંઘીદાંટ કારમાં ડીઝલ ટેન્ક ફૂલ કરાવી છુમંતર થઈ જતા ધવલસિંહને ભિલાડ પોલીસે દબોચી લીધો, 10 પેટ્રોલપંપને ચુનો લગાડયાનું કબુલ્યું
વલસાડ જિલ્લાના ભિલાડ નજીક નેશનલ હાઇવે નમ્બર 48 પર ગુજરાત અને મહારાષ્ટ્રની હદમાં આવેલ પેટ્રોલપંપ પર મોંઘીદાટ એન્ડીવિયર કારમાં ડીઝલ પુરાવી પૈસા આપ્યા વિના જ રફુચક્કર થઈ જતા કારચાલક ધવલસિંહને આખરે ભિલાડ પોલીસે દબોચી લીધો છે. પોલીસ તપાસમાં ધવલસિંહે કુલ 10 જેટલા પેટ્રોલ પંપ પર ડીઝલ ભરાવ્યાં બાદ પૈસા આપ્યા વિના જ કાર ભગાડી ભાગી જવાના ગુન્હા કબુલ્યા છે.
ગઈ તારીખ 21/09/2021 ના રોજ નંદીગામ નેશનલ હાઇવે મુંબઇથી સુરત તરફના રોડ ઉપર આવેલ રીલાયન્સ બી.પી. મોબીલીટી લીમીટેડ કંપનીના પેટ્રોલ પંપ ઉપર સફેદ કલરની ફોર્ડ કંપનીની ઇન્ડીવીયર કારનો ચાલક ધવલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા આવી હુ બારકોર્ડ સ્કેનરથી તમોને પેમેન્ટ કરીશ તેમ જણાવી વિશ્વાસ અને ભરોસો આપી કારમાં 5677.77 રૂપિયાનું 58.77 લીટર ડીઝલ ભરાવી ડીઝલના પૈસા આપ્યા વગર સ્પીડમાં કાર લઈ નાસી ગયો હતો.
જે બનાવની ...