
સેલવાસમાં ગટર સફાઈ કરવા ઉતરેલા 3 કામદારોના મોત, નેતાઓની સુરક્ષા માટે કરોડોની જોગવાઈ છે, પણ ગટર સાફ કરનારા માટે નથી!
સેલવાસ :- Union Territory દાદરા નગર હવેલી (DNH)ના ડોકમરડીમાં APJ અબ્દુલ કલામ કોલેજ નજીક આહીર ફળિયામાં આવેલ ગૌશાળા પાસે Pre-Monsoon કામગીરી દરમ્યાન 3 શ્રમિકો ગટર (sewer)ની સફાઈ કરી રહ્યા હતાં. ત્યારે એક workerનો પગ સ્લીપ થતા તે ખુલ્લી ગટરમાં પડી ગયો હતો. જેને બચાવવા બીજા 2 કામદાર પણ ગટરમાં ઉતરતા ત્રણેયના ગૂંગળાઈને મોત થતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે. જો કે આ સમગ્ર ઘટનામાં નગરપાલિકાના કોન્ટ્રાક્ટરની બેદરકારી છતી થઈ છે. એ સાથે જ "Prohibition of Employment as Manual Scavengers and Their Rehabilitation Act" નો ભંગ પણ કર્યો છે.
દેશમાં બે હાથ વડે બીજાના મળની સફાઈ પર પ્રતિબંધને લગતો "Prohibition of Employment as Manual Scavengers and Their Rehabilitation Act" 2013થી હોવા છતાં મ્યુનિસિપાલિટીના સફાઈ કોન્ટ્રાક્ટરો તેને ગણકારતા નથી. તે વાત ફરી એકવાર દાદરા નગર હવેલીમાં ફલિત થઈ છે. મેન્યુ...