દમણ પોલીસે 600થી વધુ સાયબર ક્રાઈમ ગુન્હા આચરી લાખો રૂપિયા બેન્કમાંથી ઉપાડી લેનાર ગેંગને દબોચી લીધી
લોકોને SMS-ફોન કરી તેના બેન્ક એકાઉન્ટ્સમાંથી પૈસા ઉપાડી લેતી ગેંગના 4 ઇસમોને દમણ પોલીસે દબોચી લીધા છે. દમણના 14.16 લાખના સાયબર ક્રાઇમના ગુન્હાની તપાસમાં પકડાયેલ આ ઈસમો પાસેથી દમણ પોલીસને ચોંકાવનારી માહિતી મળી છે કે, આ અપરાધીઓએ ભારતભરમાં 600થી વધુ સાયબર ક્રાઇમના ગુન્હા આચરી લાખો રૂપિયા બેન્કમાંથી ઉપાડી લીધા છે.
સમગ્ર ઘટના અંગે દમણ પોલીસે આપેલી વિગતો મુજબ ગત 16/07/2021ના એક ફરિયાદીએ દમણ કોસ્ટલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમના બેન્ક એકાઉન્ટ્સમાંથી 14.16 લાખ રૂપિયા કોઈએ ઉપાડી લીધા છે. આ ફરિયાદ આધારે દમણ પોલીસે અજાણ્યા ઈસમો સામે કલમ 420 હેઠળ ફરિયાદ નોંધી અને તે બાદ તેમાં IPC કલમ 419, 201, 120-B, r/w 34 IPC કલમ ઉમેરી તપાસ શરૂ કરાઇ હતી.
તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, કોઈ અજાણ્યા ઇસમે ફરિયાદીના ફોન પર એક SMS મોકલી આ નમ્બર પર ફોન કરવા જણાવ્યું હતું. અને ફરિયાદ...