Asia Bio Chemicalના માલિકે પટાવાળાને માલિક બનાવી Euro Asia Chemical નામની ક્લોન કંપની ઉભી કરી પધરાવી નકલી દવા
દમણ :- દમણ પોલીસે કાનપુરમાંથી 9 ગુનેગારોની ધરપકડ કરી છે. પકડાયેલ ઈસમોએ 15 જૂન 2021ના રોજ દમણની સોફટેક ફાર્મા નામની પ્રાઈવેટ લિમિટેડ કંપનીનો paracetamol મેડિસિનના રો-મટિરીયલનો ઓર્ડર લઈ ડુપ્લીકેટ Raw-Materials પધરાવી 9.75 લાખ રૂપિયા પડાવી લઇ છેતરપીંડી કરી હતી.
પકડાયેલ ઈસમોએ પૈસા કમાવવાના લોભમાં મૂળ કંપની એવી Euro Asia Bio Chemical pvt. Ltd ના પ્રોપરાઇટર અજય કુમારે જ Euro Asia Chemical નામની ક્લોન કંપની બનાવીને કપટપૂર્વક તે કંપનીમાં પટાવાળાને પ્રોપરાઈટર બનાવી પૈસા કમાતો હતો. જેની આ છેતરપીંડી નો દમણ પોલીસે પર્દાફાશ કર્યો છે. તેમજ આ અપરાધીઓ દ્વારા અન્ય કેટલા લોકો સાથે આવી છેતરપીંડી કરવામાં આવી છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
પકડાયેલ ગુનેગારોમાં પ્રશાંત રાજનારાયણ શ્રીવાસ્તવ, ઓમપાલસીંગ શ્યામચરણ, પંકજ રમેશચંદ્ર શર્મા, તુફૈલ ખાન, સત્યપ્રકાશ શ્રીશિવનાથ યા...