
મોતને હાથ તાળી આપતી બે ઘટના એકમાં મિત્રએ તો બીજીમાં પિતાએ બચાવી જાન
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણની 2 ઘટનાના વીડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે. બંને ઘટના મોતને હાથ તાળી આપ્યાની છે. જેમાં એક ઘટનામાં એક બાસ્કેટ બોલના ખેલાડી પર બાસ્કેટ બોલની રિંગ તૂટી પડ્યા બાદ ગણતરીની સેકન્ડમાં ખેલાડીને તેમના ખેલાડી મિત્રો હેમખેમ બચાવી લે છે. જ્યારે બીજી ઘટનામાં એક દીકરી આત્મહત્યા કરવા ટેરેસ પર ચડે છે જેને તેના પિતા બચાવી લે છે.
પ્રથમ ઘટના મોટી દમણ ફોર્ટ એરિયામાં સ્પોર્ટ્સ કલબમાં આવેલા બાસ્કેટ બોલના મેદાનમાં ઘટી છે. જેનો વાયરલ વીડિઓ પણ સામે આવ્યો છે. જેમાં વહેલી સવારે કેટલાક યુવાનો બાસ્કેટ બોલ રમી રહયા હતા ત્યારે એક ખેલાડી પર અચાનક બાસ્કેટ બોલની રિંગ તૂટી પડી હતી,
બાસ્કેટબોલની આ રિંગ પર કાચની પ્લેટ લગાવેલી હોય છતાં પણ સદ્નસીબે જયારે રિંગ તૂટી પડી ત્યારે યુવકનો કાચના ટુકડાથી આબાદ બચાવ થયો હતો, અને યુવક રિંગ તૂટી પડયા...