
ગોવા, મણિપુર, પંજાબ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશની વિધાનસભાઓની સામાન્ય ચૂંટણી-2022 અને આસામની માજુલી ની પેટા-ચૂંટણીની મત ગણતરી
ગોવા, મણિપુર, પંજાબ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશની 690 વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ અને આસામની માજુલી પેટાચૂંટણીના સંદર્ભમાં મતોની ગણતરી 10.03.2022 (ગુરુવાર)ના રોજ થવાની છે. કુલ મળીને 671 મતગણતરી નિરીક્ષકો, 130 પોલીસ નિરીક્ષકો અને 10 વિશેષ નિરીક્ષકો મતગણતરી પ્રક્રિયાને સુચારુ રીતે પાર પાડવા માટે મેદાનમાં રહેશે.
પંચે મતગણતરી વ્યવસ્થાની દેખરેખ માટે બે વિશેષ અધિકારીઓ- મુખ્ય ચૂંટણી અધિકારી દિલ્હીને મેરઠ અને મુખ્ય ચૂંટણી અધિકારી બિહારને વારાણસીમાં પણ નિયુક્ત કર્યા છે.
તમામ મતગણતરી કેન્દ્રો પર વિસ્તૃત અને સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ સ્ટ્રોંગ રૂમ, જ્યાં મતદાન EVM રાખવામાં આવે છે, ત્યાં કેન્દ્રીય સશસ્ત્ર દળો દ્વારા સંચાલિત આંતરિક કોર્ડન સાથે ત્રણ સ્તરીય સુરક્ષા હેઠળ છે. સંબંધિત ઉમેદવારો 24x7 ...