વાપીમાં 10 દિવસના હસ્તકલા મેળામાં 100 સ્ટોલના વેપારીઓનું કોરોનાને આમંત્રણ, માસ્ક, થર્મલ ચેકીંગ, સોશ્યલ ડિસ્ટન્સ વગર વેંચાણ કરે છે!
વાપીમાં Indext C (Industrial Extension Cottage) રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તક કામ કરતી સંસ્થા દ્વારા ગુજરાત રાજયના હસ્તકલા અને હાથશાળની કલા ક્ષેત્રે કામ કરતાં કારીગરોને સીધુ જ માર્કેટીંગ પ્લેટફોર્મ પુરૂ પાડવા હસ્તતકળા મેળાનું આયોજન કર્યું છે. મેળાના મુખ્ય પ્રવેશ દ્વાર પર મોટા મોટા બેનર લગાડવામાં આવ્યાં છે. જેમાં લખેલા કોરોના ગાઇડલાઈનના નિયમોનો મેળાના 100 જેટલા સ્ટોલ ધારકો જ ભંગ કરતા નજરે પડ્યા હતાં. ત્યારે વાપીવાસીઓ જાગૃત નહિ બને તો, આ મેળો વાપીમાં ફરી કોરોનાને પગપેસારો કરાવશે.
શુક્રવારથી આ મેળાનું વિધિવત ઉદ્ઘાટન થયું છે. પ્રવેશ દ્વાર પર મોટા મોટા બેનર લગાડ્યા છે. જેમાં કોવીડ -19 ને હરાવવા મુલાકાતીઓ તેમજ કારીગરો માટે અગત્યના સૂચનો લખ્યા છે.
આરોગ્યસેતુ એપ નો ઉપયોગ કરીએ.......
જો કે 100 જેટલા સ્ટોલ ધારકોને કે આવનાર મુલાકાતીઓને જોતા કદાચ મોટાભાગના લોકો આ નિયમનો ...