કોન્ટ્રાક્ટરો સાવધાન! વાપી પાલિકાની અનોખી પહેલ! દર ગુરુવારે વિકાસલક્ષી કામોની રિવ્યુ બેઠક મળશે
વાપી નગરપાલિકામાં યોજાયેલ ચૂંટણી બાદ ભાજપે સત્તા કબ્જે કરી છે. જેમાં પ્રમુખ તરીકે કાશ્મીરા શાહને અને ઉપપ્રમુખ તરીકે અભય શાહને પાલિકાનું સુકાન સોંપ્યું છે. જેઓએ હાલમાં જ એક મહત્વનો નિર્ણય લઈ વાપીમાં ચાલી રહેલા વિકાસલક્ષી કામોને જલ્દી પુરા કરવા અનોખી પહેલ કરી છે. ભ્રષ્ટાચાર થી ખદબદતી વાપી પાલિકામાં આ પહેલથી ભ્રષ્ટાચાર મુક્ત વિકાસ થશે કે પછી આવ ભાઈ હરખા આપણે બેઉ સરખાની નિતી માં માત્ર પોતાનો વિકાસ કરશે તે તો સમય આવ્યે ખબર પડશે. પરંતુ આ પહેલથી કોન્ટ્રાક્ટરો પર જરૂર તવાઈ આવશે.
વાપી નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓએ એક અનોખી પહેલ કરી છે. જે અંતર્ગત દર ગુરુવારે વાપી પાલિકા વિસ્તારમાં ચાલી રહેલા વિકાસલક્ષી કાર્યો અંગે જે તે કામના કોન્ટ્રાક્ટર સાથે બેઠક કરી કામની પ્રગતિ અંગે રિવ્યુ મેળવશે. તેમજ જરૂરી કામને જલ્દી પૂર્ણ કરવા તાકીદ કરશે. આ અનોખી પહેલ અંગે મળતી વિગતો ...