વાપીમાં બુલેટ ટ્રેન પ્રોજેકટના 13 જેટલા પીલ્લરનું બાંધકામ પુરજોશમાં
વાપી :- NHSRCL(Nationale High speed rail corporation Ltd.) MAHSR (maharashtra) કોરિડોર પર મુંબઈ-અમદાવાદ વચ્ચે વાપી ખાતે પ્રથમ પૂર્ણ ઊંચાઈનો પિલ્લર તૈયાર કરવામાં આવ્યો છે. 13.05 મીટરના આ પિલ્લર સિવાય અહીં અન્ય 2 પિલ્લર પણ આગામી એકાદ માસમાં તૈયાર થશે. વાપીમાં બુલેટ ટ્રેનના સ્ટેશને હાલ જોરશોરથી બાંધકામ ચાલી રહ્યું છે. જે માટે 13 થી વધુ પિલ્લર તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ સ્ટેશન 1200 મીટર લાબું સ્ટેશન હશે.
વાપી રેલવે સ્ટેશન એ બુલેટ ટ્રેન પ્રોજેકટમાં સૌથી મહત્વનું રેલવે સ્ટેશન છે. હાલ અહીં પુરજોશમાં કન્સ્ટ્રકશન કામગીરી ચાલી રહી છે. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે મહારાષ્ટ્ર, દાદરા અને નગર હવેલી અને ગુજરાતને જોડતા 12 સ્ટેશનોમાંથી પસાર થતો મુંબઇ અમદાવાદ હાઇસ્પીડ રેલ કોરિડોર છે. આ કોરિડોર પર બની રહેલા 15થી વધુ પિલ્લર ની સરેરાશ ઉચાઈ આશરે 12-15 મીટર છે. જેમાં પ્રથમ તૈયાર કરવ...