વાપીમાં કોરોનાને આમંત્રણ આપતો કોમેડી કિંગ ઝાકીર ખાનનો કોમેડી શો, VIA હોલમાં બુકીંગ ફૂલ
એક તરફ ઑમીક્રોન-કોરોના વાયરસના કારણે દહેશતનો માહોલ છે. આરોગ્ય વિભાગ લોકોને સાવચેત રહેવા, સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરી માસ્ક, સેનેટાઇઝરનો ઉપયોગ કરવાની ભલામણ કરી રહ્યું છે. સરકારી કચેરીઓમાં બંને વેકસીનના ડોઝ લીધા હોય તેવા લોકોને જ પ્રવેશ આપવાની તંત્ર ગુલબાંગ પોકારી રહ્યું છે. ત્યારે આવા માહોલમાં વાપીના VIA ઓડિટોરિયમમાં 4 જાન્યુઆરીએ કોમેડી કિંગ ઝાકીર ખાનનો કોમેડી શો યોજાવાનો છે. જેને લઈને નગરજનોમાં અનેક તર્કવિતર્ક વહેતા થયા છે કે, કોરોના સંક્રમણ ના સમયમાં આવા શૉ ને પરમિશન આપી તંત્ર કોરોનાને આમંત્રણ આપી રહ્યું છે.
આ અંગે આધારભૂત સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ 4 જાન્યુઆરીએ સાંજે 6 વાગ્યે વાપીમાં VIA ઓડિટોરિયમમાં The comedy fectory indiaનો 6ઠ્ઠો કોમેડી શૉ યોજાવાનો છે. આ કોમેડી શોને ઝાકીર ખાન નામના કોમેડિયન હોસ્ટ કરશે. આ કોમેડી શૉ માટે વડોદરાની એક એજન્સીએ વાપીમાં VIA ઓડિટોરિયમ બુક કરી તમામ ટ...