ICGએ 12 ક્રુમેમ્બરોનું રેસ્ક્યુ કરેલા MV કંચન નામના જહાજના માલિકને પ્રદૂષણ મામલે નોટિસ, દરિયા કિનારેથી GMDSS મળ્યું
નારગોલ :- બુધવારે હજીરાથી મૅગ્લોર સ્ટીલ કોઈલ ભરીને નીકળેલાં જહાજ MV કંચનના એન્જીનમાં ખરાબી સર્જાતા તેમાં ફસાયેલા 12 મેમ્બરોને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના MV હર્મિઝ દ્વારા રેસ્ક્યુ કરાયા હતાં. બુધવારે રાત્રે 12 કૃમેમ્બરોને રેસ્ક્યુ કર્યા બાદ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના માલવણ બીચ પરથી ગુરુવારે મરીન પોલીસને 2 લાઈફ સેવિંગ રબ્બર બોટ અને GMDSS (GLOBAL MARINE DISTRESS AND SAFETY SYSTEM) નામનું ઇમર્જન્સી સિગ્નલનું ઉપકરણ મળી આવ્યું છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. ઘટનામાં જહાજના માલિકને દરિયામાં ઓઈલનું પ્રદુષણ ફેલાવવા બદલ કલમ 356 J હેઠળ નોટિસ પાઠવવામાં આવી છે.
ઉમરગામ તાલુકાના નારગોલ બંદર નજીક દરિયામાં ગુજરાતનું MV કંચન નામનું જહાજ ફસાયું હતું. 50 નોટિકલ માઇલના ઝડપે ફૂંકાતા પવન અને 3.5 મીટર ઉછળતા મોજામાં ફસાયેલા જહાજના 12 કૃમેમ્બરોને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા બચાવી લેવાયા છે. જેની ખ...