દાદરા નગર હવેલી લોકસભા સીટ માટે પેટા ચૂંટણી જાહેર, 30મી ઓક્ટોબરે મતદાન, 2જી નવેમ્બરે મતગણતરી
ચૂંટણી પંચે દાદરા નગર હવેલી, મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રદેશની ખાલી પડેલી 3 લોકસભા બેઠક ઉપરાંત આંધ્રપ્રદેશની, હરિયાણા, મહારાષ્ટ્ર, મિઝોરમ, નાગાલેન્ડ, તેલંગાણાની એક એક વિધાનસભાની બેઠક, આસામની 5 બેઠક, બિહાર, કર્ણાટક, રાજસ્થાનની 2-2 બેઠક, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, વેસ્ટ બંગાળની 3-3 વિધાનસભા બેઠક પરની ચૂંટણી પણ જાહેર કરી છે. ચૂંટણી પંચની જાહેરાત મુજબ આગામી 30મી ઓક્ટોબરે મતદાન અને 2જી નવેમ્બરે મતગણતરી યોજાશે.
ચુંટણી પંચે પેટા ચૂંટણી અંગે કરેલી જાહેરાત મુજબ 1લી ઓક્ટોબરે ગેઝેટ નોટિફિકેશન બહાર પડશે. 8 તારીખ નોમીનેશનનો અંતિમ દિવસ હશે. 11મી ઓક્ટોબર ફોર્મ ચકાસણી અને 16મી ઓક્ટોબર ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હશે. જ્યારે 30 મી ઓક્ટોબરે પેટા ચૂંટણી માટે મતદાન થશે. તો, 2જી નવેમ્બરે મતગણતરી થશે. 5મી નવેમ્બરે ચૂંટણી પ્રક્રિયાને સંપન્ન કરશે.
દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની ...