Friday, December 27News That Matters

Tag: Bombay HC orders Daman and Diu collector to show clearances to build Seafront road in Devka beach

દમણ કલેક્ટરને બોમ્બે HC નો હુકમ દેવકા બીચ પરના Seafront રસ્તો બનાવવાની મંજૂરી બતાવો

Gujarat, National
મુંબઈ :- દમણ કલેકટર અને પ્રશાસનને દેવકા બીચ પર દરિયાકાંઠે રસ્તો બનાવવા માટે અને તેના બ્યુટીફીકેશન માટે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (CRZ) સહિતની તમામ જરૂરી મંજૂરીઓ બતાવો તેવો હુકમ બોમ્બે હાઇકોર્ટે કર્યો છે. દમણના દેવકા બીચ ખાતે ચાલી રહેલા કરોડો રૂપિયાના Beautification અને Seafront પ્રોજેકટ મામલે 2019માં જીતેન્દ્ર મારુ નામના RTI એક્ટીવીસ્ટ દ્વારા મુંબઈ હાઇકોર્ટમાં PIL (Public Interest Litigation) દાખલ કરવામાં આવી હતી કે અહીં પ્રશાસન દ્વારા CRZ (Coastal Regulation Zone) ની પર્યાવરણીય પૂર્વ મંજૂરી વિના જ નિર્માણકાર્ય હાથ ધરાયુ છે. જે અંતર્ગત મુંબઈ હાઇકોર્ટમાં 9મી જુલાઈએ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.  શુક્રવારે 9મી જુલાઈએ બોમ્બે હાઇકોર્ટેમાં મુખ્ય ન્યાયાધીશ દિપાંકર દત્તા અને ન્યાયાધીશ ગિરીશ કુલકર્ણીની ખંડપીઠે PIL કાર્યકર જીતેન્દ્ર મારૂ દ્વારા 6.38 કિલોમીટર સુધીના બાંધકામને અટકાવવા માટે ક...