દાદરા નગર હવેલીમાં ભાજપે પેટા ચૂંટણી માટે ઉમેદવાર પસંદ કરી લીધો? અભિનવ પિતાના પગલે?
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં લોકસભાની પેટા ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયુ છે. પૂર્વ અપક્ષ સાંસદ મોહન ડેલકરના નિધન બાદ ખાલી પડેલી આ લોકસભા સીટ માટે આગામી 30મી ઓક્ટોબરે મતદાન થવાનું છે. જે માટે 1લી ઓક્ટોબરથી 8મી ઓક્ટોબર સુધી ફોર્મ ફરવાની નિયત તારીખ છે. જો કે ભાજપે લોકસભાની ચૂંટણી માટે કોને ટીકીટ આપવી તે અવઢવ ચાલ્યા બાદ આખરે ઉમેદવારની પસંદગી કરી લીધી છે. તો, ભાજપ, NCP શિવસેના જેવા પક્ષોના મોવડીઓ સાથે તાબડતોબ બેઠકો કરવા સાથે દાદરા નગર હવેલીમાં ગ્રામ્ય વિસ્તારોના મતદારો સાથે બેઠકનો દૌર શરૂ કરનાર અભિનવ ડેલકરે પણ આખરે પોતાનો નિર્ણય નક્કી કરી લીધો છે.
સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આ પેટા ચૂંટણીમાં મતદારો ભાજપથી નારાજ હોવાનું અને તેનો ફાયદો ડેલકર પરિવારને થઈ શકે છે. તેવી ચર્ચાએ જોર પકડયું છે. આ અવઢવ વચ્ચે ભાજપમાંથી નટુ પટેલ, મહેશ ગાંવિત સહિત 4 જેટલા કાર્યકરોએ ટિકિટની માંગણી કર...