‘No tobacco day’ પર પ્રફુલ પટેલનું ટ્વિટ, લોકોએ કહ્યું પહેલા તમે ગુટખા ખાવાનું અને દારૂની પરમિશન આપવાનું બંધ કરો
રિપોર્ટ :- ગુરુ G
સેલવાસ :- સંઘપ્રદેશ લક્ષદ્વિપમાં ભારે વિરોધનો સામનો કરી રહેલા દાદરા નગર હવેલી અને દમણ-દિવ ના પ્રશાસક પ્રફુલ પટેલ વિશ્વ તમાકુ નિષેધ દિવસ ના ટ્વીટર પર ટ્રોલ થયા હતાં. તેમના ટ્વીટ બાદ અન્ય ટિવટર યુઝર્સે તેમને ગુટખા, દારૂ અને લક્ષદ્રિપના લોકોનું થતું શોષણ અંગે પોતાનો બળાપો ઠાલવ્યો હતો.
તમાકુનું વ્યસન એ તમામ પદાર્થોમાં સૌથી વધુ પ્રચલિત અને જીવલેણ છે. ગ્લોબલ એડલ્ટ ટોબેકો સર્વે ઈન્ડિયા (Global Adults Tobacco Survey India-GATS) 2016-2017 અનુસાર, વિશ્વમાં તમાકુના ઉત્પાદનમાં અને વપરાશમાં ભારત બીજા ક્રમે છે. આ દિવસને ધ્યાને રાખી દાદરા નગર હવેલી અને દમણ-દિવ તેમજ લક્ષદ્વિપ ના પ્રશાસક પ્રફુલ પટેલે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કર્યું હતું કે,
Let's aim World No Tobacco Day to spread awareness on extermely dangerous diseases caused by consumption of tobacco such as cancer...