ઉમરગામના નારગોલ બીચ પર બાર્જ પી-305ની લાઈફબોટ અને ક્રુમેમ્બરની બેગ મળી
વલસાડ :- તૌકતે વાવાઝોડા દરમ્યાન 50થી વધુ લોકોને ભરખી જનારા બાર્જ-પી 305નો સામાન હવે ગુજરાતના દરિયા કિનારે આવી રહ્યો છે. શનિ-રવિવારે વલસાડના તિથલ બીચ નજીક 7 ક્રુમેમ્બરોના મૃતદેહો મળી આવ્યા બાદ સોમવારે નારગોલ-માલવણ બીચ પર લાઈફસેવિંગ બોટ જેવી 2 ટેન્ક, એક બેગ કિનારે તણાઈને આવ્યાં હતાં. આ તમામ ચીજવસ્તુઓનો ઉમરગામ ટાઉન અને મરીન પોલીસે કબ્જો લઈ વધુ તપાસ હાથ ધરી છે.
શનિ-રવિવારે તૌકતે વાવાઝોડા દરમ્યાન બાર્જ પી-305ના ગુમ ક્રુમેમ્બરોમાંથી 7ના મૃતદેહો દરિયાની ભરતીમાં તણાઈને વલસાડ તિથિલના દરિયા કિનારે આવ્યાં હતાં. જે બાદ સોમવારે આ બાર્જના ક્રુમેમ્બરોએ બચાવ માટે ઉપયોગમાં લીધેલ 2 લાઈફસેવિંગ બોટ એક મોટી કેબિન અને મેમ્બરોની ચીજવસ્તુઓ સાથેનો થેલો ઉમરગામના નારગોલ-માલવણ બીચ ખાતે ભરતીમાં તણાઈને કિનારે આવ્યો હતો. જે અંગે સ્થાનિક લોકોએ ઉમરગામ ટાઉન પોલીસ, મરિન પોલીસને જાણ કરતા પોલીસની ટીમે ઘટના સ્થળ...