બંદે મેં થા દમ! બાપુની જયંતિએ વાપીમાં પરિવર્તન લાવવા કોંગ્રેસે ગાંધીજીને હાથ જોડી પ્રાર્થના કરી
મુન્નાભાઈ MBBS માં ગાંધીજી માટેનું એક ગીત છે. જેના શબ્દો છે કે માટી પુકારે... તુજે દેશ પુકારે... આજા રે અબ આજા રે... ભૂલે હૈ હમ રાહે હૈ રાહ દિખા દે....આજા રે રાહ દિખા દે.... મુન્નાભાઈ MBBS ફિલ્મના એ ગીતની જેમ વાપીમાં વિપક્ષી કોંગ્રેસી નેતા ખંડું ભાઈ પટેલે વાપીમાં પરિવર્તન લાવવા બાપુની જન્મ જયંતિએ બે હાથ જોડી બાપુને પ્રાર્થના કરી હતી કે મહાત્મા ગાંધી બાપુજી આ વર્ષે કંઈક કરો પરિવર્તન લાવો વાપીમાં પરિવર્તનની જરૂર છે.
ગુજરાતમાં અને દેશમાં કોંગ્રેસની જે હાલત થઈ છે. તે બાદ હવે કોંગ્રેસ પણ મહાત્મા ગાંધી પાસે પરિવર્તન લાવવાની પ્રાર્થના કરે છે. 2જી ઓક્ટોબરે મહાત્મા ગાંધીની 152મી જન્મ જયંતિ હતી. આ દિવસે વાપી તાલુકા અને શહેર કોંગ્રેસના આગેવાનોએ વાપીમાં કોપરલી ચાર રસ્તા ખાતે ગાંધીજીની પ્રતિમાને ફુલહાર ચડાવ્યા હતાં. અમર રહે અમર રહે મહાત્મા ગાંધી અમર રહે..... મહાત્મા ગાંધીજીકી જય.... જે...