બલિઠા બાયપાસ : વાપીમાં ટ્રાફિકનું ભારણ હળવું કરવાનો આ છે અફલાતૂન આઈડિયા
વાપી :- વાપીમાં દિવસો દિવસ ટ્રાફિક સમસ્યા વકરી રહી છે. વાપી GIDCના ઔદ્યોગિક એકમો, સેલવાસ-દમણ અને મુંબઈ અમદાવાદ તરફનો વાહન વ્યવહાર વાપીમાં ટ્રાફિક સમસ્યા માટે મુખ્ય કારણ છે. ત્યારે વાપીમાં આ સમસ્યા હલ કરવા માટેનો એક એફલાતુંન આઈડિયા છે. જેનો અમલ થાય તો વાપીમાં ટ્રાફિક સમસ્યાને હળવી કરી શકાય તેમ છે.
વાપીમાં ઔદ્યોગિક એકમોને કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ફુલ્યો ફાલ્યો છે. હાઇવે પર સર્વિસ રોડ પર મોટા મોટા ટોલા પાર્ક કરી દેવાને કારણે સલવાવથી ગુંજન સુધીનો સર્વિસ રોડ પાર્કિંગ રોડ બન્યો છે. એ ઉપરાંત વાપી ચારરસ્તા, VIA ચાર રસ્તા, ભડકમોરા, ચણોદમાં વાહન લઈને જવું એટલે માથાનો દુખાવો છે. એવી જ વાપી ટાઉનની હાલત છે. વાપી દમણ માર્ગ પર રેલવે બ્રિજ દિવસના પિક અવર સમયમાં મોટેભાગે વાહનોની કતારોથી જામ રહે છે. આ તમામ સમસ્યા અંગે વર્ષોથી નિવેડો લાવવાની ગુલબાંગો પોકારવામાં આવે છે. પરંતુ વહીવટી તંત્ર અને ...