AurangATimes Exclusive: તાઉ-તે વાવાઝોડાની કૃષિ સહાયમાં આચરાયું કરોડોનું કૌભાંડ, ખેડૂતોથી લઈને સરકારી અધિકારીઓ થઈ ગયા માલામાલ?
રિપોર્ટ :- કે. એન. વેપારી
વલસાડ :-વલસાડ જિલ્લામાં વાવાઝોડા બાદ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સહાયના લાખો-કરોડો રૂપિયા એવા લોકોએ પોતાના ખિસ્સામાં સેરવી લીધા છે જે ખેડૂત જ નથી, તો કેટલાક ગામમાં એક જ ખેતરના ખાતેદાર તરીકે પતિ-પત્ની, પિતા-પુત્ર-પુત્રી તરીકે ખાતેદાર બતાવી અલગ અલગ 2100થી લઈને 58,500 રૂપિયા સુધીની કૃષિ સહાય મેળવી લીધી છે. આ કારસ્તાન પાછળ માત્ર આવા ખાતેદારો જ નહિ પરંતુ ગામના ગ્રામસેવક-સરપંચ-તલાટી થી માંડીને ખેતીવાડી અધિકારીઓ, રાજકીય પક્ષોના રાજનેતાઓ સૌકોઈની મિલિભગત છે.
તાઉ-તે વાવાઝોડા દરમ્યાન વલસાડ જિલ્લાના 5 તાલુકાઓમાં બાગાયતી પાક અને ઉનાળુ પાકને પારાવાર નુકસાન થયુ હતું. આ નુક્સાનીના વળતર રૂપે રાજ્ય સરકારે અને કેન્દ્રસરકારે કૃષિ સહાય જાહેર કરી હતી. જે અંગે aurangatimes દ્વારા તપાસ કરતા વિગતો મળી હતી કે આ જાહેરાત બાદ ખેતીવાડી વિભાગે જે તે ગામના ગ્રામ સેવકને નુક્સાનીના સર...