અશ્વિની વૈષ્ણવને પણ લાગે છે કે ચૂંટણી પ્રચાર કરતા રેલવેની સમસ્યાઓ પર ધ્યાન આપવું જોઈએ. મુરતિયો ગમે તેવો હશે ખર્ચો બાતલ જશે?
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની લોકસભાની પેટા ચૂંટણીમાં કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવને ભાજપે ચૂંટણી પ્રભારી તરીકે નિમ્યા છે. વૈષ્ણવ પણ હોંશેહોંશે દાદરા નગરમાં પધારી ભાજપના મુખ્ય કહેવાતા નેતાઓ સાથે અને કાર્યકરો સાથે બેઠકો કરી ચુક્યા છે. જો કે બેઠક દરમ્યાન ભાજપ માટે આ પેટા ચૂંટણી જીતવી ખુબજ કઠિન છે તેવી પ્રતીતિ થઈ જતાં. વૈષ્ણવે દાદરા નગર હવેલીના ચૂંટણી પ્રચાર પર ફોક્સ કરવાને બદલે રેલવેની સમસ્યાઓ પર અને રજૂઆતો પર ફોક્સ કરવાનું મુનાસીબ માન્યું છે.
રવિવારે રાત્રે 8 વાગ્યા આસપાસ રેલમાર્ગે અશ્વિની વૈષ્ણવ વાપી રેલવે સ્ટેશને ઉતર્યા હતા તે બાદ સતત વિવિધ સમાજના લોકો તેમની પાસે વાપીથી રાજસ્થાન સહિતના લાંબા રૂટની ટ્રેઇનના સ્ટોપેજ અને વધુ ટ્રેન ની માંગણી કરતી રજુઆત કરવા પહોંચી ગયા હતાં. અશ્વિની વૈષ્ણવ કેન્દ્રીય રેલવેપ્રધાન છે. જેને હાલમાં દાદરા નગર હવેલીની લોકસભા સીટની પેટા ચૂંટણી માટે ભાજપે...