Friday, October 18News That Matters

Tag: A laborer who fell from the 10th floor of a building under construction at the SRP camp in Kalgam village was trapped in the green net on the 5th floor and was rescued by Vapi Fire

કલગામ ગામે SRP કેમ્પમાં નિર્માણાધીન ઇમારતના 10 માં માળેથી પટકાયેલ મજૂર 5માં માળે જાળીમાં ફસાયો, વાપી ફાયરે ઉગાર્યો

કલગામ ગામે SRP કેમ્પમાં નિર્માણાધીન ઇમારતના 10 માં માળેથી પટકાયેલ મજૂર 5માં માળે જાળીમાં ફસાયો, વાપી ફાયરે ઉગાર્યો

Gujarat, National
  વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં કલગામ-મરોલી ગામ નજીક કોસ્ટલ હાઇવે પર આવેલ SRP કેમ્પમાં એક મજૂર 10 માં માળેથી પટકાયો હતો. જો કે મજૂર 5 માં માળે કામદારોની સેફટી માટે બાંધેલ ગ્રીન નેટ માં ફસાઈ ગયો હતો. જેને રેસ્ક્યુ કરવા વાપી પાલિકા ફાયરના જવાનોને જાણ કરતા પાલિકા ફાયરની ટીમે યુવકને હેમખેમ ઉગારી લીધો હતો. મજૂરને સામાન્ય ઇજાઓ થઈ હોય તાત્કાલિક 108 મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો.         આ અંગે વાપી નગરપાલિકા ફાયર વિભાગમાંથી મળતી વિગતો મુજબ સાંજે સાડા સાત થી 8 વાગ્યા વચ્ચે કોલ આવ્યો હતો કે કલગામ ગામે એક યુવક ઝાળી માં ફસાયેલ છે. જેથી તાત્કાલિક ફાયર વિભાગના સાગર માંગેલા સહિતના જવાનોને મીની ફાયર સાથે રવાના કરવામાં આવ્યા હતાં.         કલગામ કામે કલગામ-મરોલી નજીક કોસ્ટલ હાઇવે પર SRP કેમ્પમાં આ ઘટ...