ગાંધીનગરની PDEU ના 4 વિદ્યાર્થીઓએ વાપીમાં વિશ્વનો પ્રથમ 16KV નો સોલાર ટ્રી પ્લાન્ટ તૈયાર કર્યો
વાપી :- વાપીમાં વોટર સપ્લાય પ્લાન્ટનું વીજ બીલનું ભારણ ઘટાડવા સૌરઉર્જા આધારિત 4 સોલાર ટ્રી અને 2 રુફ શેડ તૈયાર કરવામાં આવ્યાં છે. GUDC અને ગુજરાત સરકારના આ મહત્વના પ્રોજેકટને ગાંધીનગરની પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી ( PDEU ) ના 4 વિદ્યાર્થીઓએ નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરી મેક ઇન ઇંડિયા અંતર્ગત સ્ટાર્ટ અપ કંપની ઉભી કરી તૈયાર કર્યો તૈયાર કર્યો છે. જેેેમાં વિશ્વ નો 16 KV નો પ્રથમ સોલાર ટ્રી પ્લાન્ટ તૈયાર કરી અનોખી સિદ્ધિ મેળવી છે. વાપીમાં અટલ બિહારી વાજપેયી જળ ઉદ્યાન ખાતે તૈયાર કરવામાં આવેલા આ સોલાર પ્લાન્ટથી નગરપાલિકાનું વોટર સપ્લાયનું વાર્ષિક 10 લાખ રૂપિયા સુધીનું વીજ બીલનું ભારણ ઘટશે.
વાપીમાં અટલ બિહારી વાજપેયી જળઉદ્યાન ખાતે WTP માટે તેમજ નામધા STP ખાતે અને ટાંકી ફળિયામાં આવેલ પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ એમ ત્રણ સ્થળો પર આવા સોલાર પ્લાન્ટ ઉભા કરવાનું આયોજન GUDC, રાજ્યસરકાર અને...