વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે 27 ગ્રામ્ય રસ્તા બંધ, મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં છોડાયું 1.18 લાખ ક્યુસેક પાણી
વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં રવિવારની રાત્રિથી સતત વરસાદ વરસી રહ્યો છે. સોમવારે બપોરના 12 વાગ્યા સુધીના 6 કલાકમાં પંથકમાં સરેરાશ 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે મધુબન ડેમના ઉપરવાસમાંથી સતત 1.40 લાખ ક્યુસેક પાણીની આવક થતી હોય ડેમનું લેવલ 78.40 મીટરે સ્થિર રાખી ડેમના 10 દરવાજા 2.20 મીટર સુધી ખોલવામાં આવ્યાં છે. હાલમાં 1.18 લાખ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જ્યારે ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લા કલેકટર દ્વારા કપરાડા, ધરમપુર, ઉમરગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોઝવે ધરાવતા 27 માર્ગો પર વાહનવ્યવહાર બંધ કરાયો છે.
રવિવારની રાત્રિથી વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણમાં ક્યાંક પવન અને ગાજવીજ સાથે ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. સોમવારે વાપીમાં ભારે પવન સાથે વરસાદ વરસતા સવારના 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં ...