એક જ દિવસમાં 369 કોરોના પોઝિટિવ કેસ
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં મંગળવાર અમંગળ સાબિત થયો હતો. મંગળવારે એક જ દિવસમાં દાદરા નગર હવેલીમાં 265 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જ્યારે વલસાડ જિલ્લામાં 2 ના મોત સાથે 78 નવા કેસ નોંધાયા હતાં. દમણમાં 26 નવા કેસ સામે 27 ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં.
વાપી :- દાદરા નગર હવેલીમાં મંગળવારે ફરી કોરોના કહેર વધ્યો હતો. મંગળવારે દાદરા નગર હવેલીમાં 265 કેસ, દમણમાં 26 કેસ, વલસાડમાં 78 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતાં. વલસાડમાં 2 દર્દીના મોત થયા હતા.
દાદરા નગર હવેલીમાં 1008 એક્ટિવ કેસ....
એકજ દિવસમાં 265 કેસ નોંધાયા...
મંગળવાર અમંગળ સાબિત થયો....
ત્રણેય પ્રદેશમાં 369 કેસ પોઝિટિવ નોંધાયા..
વલસાડ જિલ્લા સહિત કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં મંગળવારનો દિવસ અમંગળ સાબિત થયો હતો. આ ત્રણેય પ્રદેશના મળીને એક જ દિવસમાં 369 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતાં....