ભારે વરસાદમાં સરીગામ GIDC ની કંપનીએ તાણી દીધેલી દીવાલને કારણે સરઈના ઘરોમાં પાણી ભરાયા લોકોએ ઘર બહાર આશરો લેવો પડ્યો
વલસાડ :- રવિવારે વરસેલા ભારે વરસાદમાં સરીગામ GIDCમાં આવેલ JBF કંપનીએ તાણી દીધેલી દીવાલને કારણે સરઈના રાય સાગર ફળિયાના 8 ઘરોમાં પાણી ભરાયા હતાં. લોકોએ ઘર બહાર આશરો લેવો પડ્યો હતો. વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં રવિવારે મેઘરાજાએ જળબંબાકારની સ્થિતિ સર્જી છે. રવિવારે વહેલી સવારના 6 વાગ્યાથી 10 વાગ્યામાં સરેરાશ 9થી 10 ઇંચ વરસાદ વરસતા ઠેરઠેર વરસાદી પાણી ભરાયા હતાં. જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું.
ચોમાસાની સિઝન શરૂ થઈ ત્યારથી હાથતાળી આપતા મેઘરાજાએ રવિવારે વલસાડ જિલ્લા પર અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં પોતાનું હેત વરસાવ્યું હતું. રવિવારે વલસાડ જિલ્લાના વાપીમાં સવારના 06 વાગ્યાથી 10 વાગ્યા સુધીના 4 કલાકમાં 8.94 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ઉમરગામ તાલુકામાં 4 કલાકમાં 9.93 ઇંચ વરસાદ વરસ્યો હતો. એ ઉપરાંત કપરડામાં 1.42 ઇંચ, ધરમપુર માં 3.52 ઇંચ, પારડીમાં 3.24 ઇં...