Friday, December 27News That Matters

Tag: દમણથી દાદરા લઈ જવાતો દારૂ જપ્ત

દમણથી દાદરા લઈ જવાતો દારૂ જપ્ત, દેવું સહિત પાંચ બુટલેગરો ફરાર

દમણથી દાદરા લઈ જવાતો દારૂ જપ્ત, દેવું સહિત પાંચ બુટલેગરો ફરાર

Gujarat
વાપી :- કોરોના મહામારી દરમ્યાન પણ બુટલેગરો અવનવા કિમીયા સાથે દમણથી ગુજરાતમાં દારૂની હેરાફેરી કરતા અચકાતા નથી. ત્યારે, વાપી ટાઉન પોલીસે દમણથી દાદરા પાઈલોટિંગ કાર સાથે જતો 1,05,600 રૂપિયાનો દારૂ અને કાર ઝડપી પાડી છે. જો કે દારૂ લઈ જનાર કારચાલક અને તેનું પાઈલોટિંગ કરનાર વાપીનો નામચીન દેવું તેના અન્ય સાગરીતો સાથે પોલીસને ચકમો આપી નાસી ગયા હતા પોલીસે બાતમી આધારે ભડકમોરા ખાતે વોચ ગોઠવી હતી જે દરમ્યાન સુલપડનો દેવું નવીન પટેલ પોતાની કાર નમ્બર GJ15-CJ-0031માં અન્ય ત્રણ ઈસમો સાથે નીકળ્યો હતો. જેની પાછળ જ બીજી કાર નંબર GJ05-KC-7321માં અન્ય એક ઇસમ નીકળ્યો હતો જેને રોકવા જતા દેવુ પોતાની કાર પુરઝડપે હંકારી નાસી ગયો હતો. જ્યારે બીજી કારનો ચાલક કાર મૂકીને નાસી ગયો હતો. દમણથી દાદરા લઈ જવાતો દારૂ જપ્ત, દેવું સહિત પાંચ બુટલેગરો ફરાર..... પોલીસે કારમાં તપાસ કરતા કારની સીટના ...