Friday, January 31News That Matters

સ્વચ્છતા હી સેવા પખવાડિયાનો વાપીમાં પ્રારંભ, અનેક કાર્યક્રમો સાથે વાપીની જનતાને અપાશે સ્વચ્છતાનો સંદેશ

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનના દસ વર્ષ પૂર્ણ થયા હોય આ વર્ષે અભિયાનને વધુ વેગવંતુ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત વાપી નગરપાલિકા દ્વારા પણ 17મી સપ્ટેમ્બર થી 31મી ઓક્ટોબર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો શુભારંભ ગુજરાત રાજ્યના વિધાનસભાના દંડક વિજય પટેલ, વાપી નગરપાલિકાના પ્રમુખ પંકજ પટેલ, ચીફ ઓફિસર કોમલ ઘીનૈયા, ઉપપ્રમુખ દેવલ દેસાઈ સહિતના પાલિકાના સભ્યો, ભાજપના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.વાપી નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સિનિયર સીટીઝન હોલ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વચ્છતા પ્રત્યે સતત જાગૃતિ દાખવનાર સ્વચ્છતા કર્મચારીઓને 10,000 રૂપિયાનો ચેક અર્પણ કરી સન્માન પત્ર આપવામાં આવ્યું હતું. તો એ સાથે જ વાપી નગરપાલિકા વિસ્તારમાં આવેલ હોટેલ, કોમર્શિયલ બિલ્ડીંગ, શેરી-મહોલ્લા, સોસાયટી, હોસ્પિટલ જેવા સ્થળોએ સંચાલકો દ્વારા રાખવામાં આવેલી સ્વચ્છતાને પણ પ્રાધાન્ય આપી તેઓને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંગે ચીફ ઓફિસર કોમલ ઘીનૈયાએ જણાવ્યું હતું કે આ વખતે વાપી નગરપાલિકા દ્વારા સ્વચ્છતાને પ્રાધાન્ય આપવા વિશેષ જાગૃતિ કાર્યકેમનું આયોજન કરવામાં આવ્યું છે. એ ઉપરાંત વિવિધ સ્પર્ધાત્મક પ્રયોગો પણ કરવામાં આવ્યા છે. તો વાપીના 17 જેટલા એવા પોઇન્ટ છે જ્યાં સૌથી વધુ કચરો એકત્ર થાય છે તેવા સ્થળોએ પેઇન્ટિંગ, વૃક્ષારોપણ અને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે. પાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા સફાઈ કોમ્પીટીશનમાં જે સંસ્થાની સ્વચ્છતા બાબતે સારી કામગીરી જોવા મળશે તેને ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ કેટેગરી હેઠળ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. વાપી નગરપાલિકાના આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેલા ગુજરાત રાજ્યના વિધાનસભાના દંડક વિજય પટેલે ભાજપ સરકારના આ સ્વચ્છતા હી સેવા અભિયાનના વખાણ કર્યા હતા. એ સાથે જ સરકારની વિકાસ ગાથા રજુ કરી હતી. નગરપાલિકા દ્વારા સફાઈ ક્ષેત્રે રાખવામાં આવેલી તકેદારીને બિરદાવી આવી જ તકેદારી આવનારા સમયમાં પણ જળવાઈ રહે તેવી આશા વ્યક્ત કરી હતી. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી હતી.
પાલિકા દ્વારા સ્વચ્છતા અંગેના જે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા છે તેમાં અલગ અલગ કેટેગરી નક્કી કરવામાં આવી છે. જેમાં હોટેલ કેટેગરીમાં આ વખતે હોટલ પેપોલોનને પ્રથમ નંબરનું, હોટલ રંગોલી રેસ્ટોરન્ટને બીજા નંબરનું અને હોટલ ગીરીરાજ કાઠીયાવાડીને ત્રીજા નંબરનું પ્રમાણપત્ર એનાયત કરાયું હતું. એ જ રીતે શેરી મહોલ્લા કેટેગરીમાં રોયલ જેમ્સ ચલાને પ્રથમ, શિવાલીક હાઇટ્સને બીજા અને પ્રમુખ ગ્રીન ચલાને ત્રીજા નંબરનું સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.કોમર્શિયલ બિલ્ડીંગ કેટેગરીમાં પહેલા નંબરે સોનોરસ બિલ્ડીંગ, બીજા નંબરે કેપિટલ બિઝનેસ સેન્ટર અને ત્રીજા નંબરે સેન્ટ્રલ બજાર નો સમાવેશ થતો હતો. હોસ્પિટલ કેટેગરીમાં પ્રથમ નંબરે શ્રેયસ મેડીકેર હોસ્પિટલ બીજા નંબરે દીક્ષિત હોસ્પિટલ અને ત્રીજા નંબરે જીવનદીપ હોસ્પિટલ હતી. એ જ રીતે સરકારી કચેરીઓમાં રાખવામાં આવતી સ્વચ્છતાને પણ પ્રાધાન્ય આપી તેને પણ સામેલ કરવામાં આવી હતી સરકારી કચેરીઓમાં પહેલા નંબરે જીએસટી ભવન વાપી હતું જેની સ્વચ્છતાને ધ્યાનમાં રાખી ઉપસ્થિત કમિશનરને પ્રમાણપત્ર એનાયત કરાયું હતું. બીજા નંબરે વાપી ટાઉન પોલીસ સ્ટેશન નો સમાવેશ થતો હતો અને ત્રીજા નંબરે PWD કચેરીનો સમાવેશ થયો હતો. ખાનગી શાળા કેટેગરીમાં પ્રથમ નંબરે એલ. જી. હરિયા સ્કૂલ ડુંગરા, બીજા નંબરે આર. એસ. જુનજુનવાલા સ્કૂલ અને ત્રીજા નંબરે સ્વામિનારાયણ સ્કૂલ ચલાને સન્માનપત્ર એનાયત કરાયું હતું. સરકારી શાળા કેટેગરીમાં પ્રથમ નંબરે વાપીની કન્યા શાળા હતી. બીજા નંબરે ચલા મુખ્ય પ્રાથમિક શાળા અને ત્રીજા નંબર સુલપડ મુખ્ય પ્રાથમિક શાળા હોય સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને આ ત્રણેય શાળાઓને પણ પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યાં હતા. વાપી નગરપાલિકા દ્વારા જે સફાઈ કર્મચારીઓ છે. તેને પણ પ્રોત્સાહન મળતું રહે અને જે સફાઈ કામગીરી દરમિયાન પોતાની ફરજ નિષ્ઠા બજાવે છે. તેવા કર્મચારીઓને પણ સન્માન અને રોકડ રકમ એનાયત કરવામાં આવે છે. આ મહિને ધર્મિષ્ઠાબેન ખેતુભા જોશી નામની મહિલા સફાઈ કર્મચારીને અને બંકિંમભાઈ ચાંપાનેરી નામના સફાઈ કર્મચારીને 10,000 નું રોકડી ઇનામ અને સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આ વર્ષે 17 સપ્ટેમ્બર થી લઈને 2જી ઓક્ટોબર સુધી સળંગ એક પખવાડિયાના વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમ અંતર્ગત સાંસ્કૃતિક ઉત્સવ, સેલ્ફી પોઇન્ટ, સ્વચ્છતા રેલી, યોગ શિબિર, સ્વચ્છતા વોર્ડ સ્પર્ધા, શૈક્ષણિક સંસ્થાની ભાગીદારી અથવા મેરોથોન ઇવેન્ટ, સ્વચ્છતા શપથ, વોલ પેઇન્ટિંગ, હ્યુમન ચેન, સફાઈ મિત્ર, સુરક્ષા શિબિર, એક પેડ માટે નામ વૃક્ષારોપણ ઝુંબેશ, સ્વચ્છ ફૂડ સ્ટ્રીટ, શેરી નાટક, સ્વચ્છતા સંવાદ, ફેસ્ટ એવોર્ડ અને સન્માન સમારોહ વગેરે જેવા અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, નગરપાલિકા દ્વારા વાપીમાં ડમ્પીંગ સાઇટ ખાતે જમા ઘરેલુ કચરાનું નિરાકરણ લાવી તેનું પ્રોસેસીંગ કરી નાખ્યું છે. તો, દરરોજનો પાલિકા વિસ્તારમાંથી એકત્ર કરતા કચરાનું 100 ટકા પ્રોસેસિંગ કરનાર ગુજરાતની પ્રથમ નગરપાલિકા બની છે. પાલિકાની ડંપિંગ સાઇટ પર પાલિકા ઉપરાંત ચણોદ પંચાયતના કચરાનું પણ પ્રોસેસિંગ કરવામાં આવી રહ્યુ છે. જ્યારે છીરી જેવી પંચાયતના કચરાને ડંપિંગ સાઇટ ખાતે પ્રોસેસિંગ માટે લેવાની તજવીજ પણ ટૂંક સમયમાં પૂર્ણ થશે.સ્વચ્છતા હી સેવા કાર્યક્રમમાં વાપી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, ઉપ્રમુખ, પાલિકા સભ્યો, કારોબારી સભ્યો સહિત શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા જે તમામે કાર્યક્રમના અંતે સ્વચ્છતાના શપથ લીધા હતા તેમજ મહાનુભાઓના હસ્તે વૃક્ષરોપણ, સફાઈ કર્મચારીઓ સાથે ફોટો સેશન અને સ્વચ્છતા રથને લીલીઝંડી આપવામાં આવી હતી.  

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *