સમગ્ર એશિયામાં વાપી GIDC ઔદ્યોગિક વસાહત તરીકે આગવી ઓળખ ધરાવે છે. તેવી જ રીતે વાપીના 500 જેટલા ઉદ્યોગોના એફલ્યુએન્ટ ને વિવિધ તબકકામાં ટ્રીટ કરી તે પાણીને દમણગંગા નદી મારફતે દરિયામાં ઠાલવવા બનાવવામાં આવેલ CETP પ્લાન્ટ પણ તેની આગવી ઓળખ ધરાવે છે. દૈનિક 55 લાખ લિટર એફલ્યુએન્ટ ને ટ્રીટ કરતા આ પ્લાન્ટમાં 12 હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણની પણ જાળવણી કરવામાં આવી રહી છે.
વાપી GIDC એશિયાની મોટી GIDC છે. અહીં સ્થપાયેલા કેમિકલ ઉદ્યોગો ના એફલ્યુએન્ટ ને ટ્રીટ કરવા માટે CETP (Common Effluent Treatment Plant) પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. જેમાં વાપી GIDC ના કેમિકલ, ફાર્મા, પેપરમિલ જેવા 499 ઉદ્યોગોના એફલ્યુએન્ટ ને અન્ડરગ્રાઉન્ડ પાઇપલાઇન દ્વારા CETP ખાતે ઠાલવી તેને વિવિધ પ્રોસેસમાંથી પસાર કરી GPCB ના નિયમો મુજબ પેરામીટર્સ નક્કી કરી આઉટલેટ મારફતે દમણગંગા નદીના મુખ પાસે છોડી દરિયામાં વહાવી દેવામાં આવે છે.
CETP ની કાર્યપ્રણાલી અને ખાસિયત અંગે VGEL ના CEO જતિન મહેતા અને VIA પ્રમુખ કમલેશ પટેલે વિગતો આપી હતી કે, અહીં CETP ખાતે 12 હજારથી વધુ વૃક્ષો નું વાવેતર કરી હરિયાળી ઉભી કરવામાં આવી છે. CETP માં વાપીના 499 જેટલા ઉદ્યોગો નું એફલ્યુન્ટ અન્ડરગ્રાઉન્ડ પાઇપલાઇન દ્વારા લાવી તેની પ્રોસેસ કરવામાં આવે છે. ટ્રીટ કરેલું પાણી તે બાદ દમણગંગા નદીમાં છોડવામાં આવે છે. અહીં ઉદ્યોગોના એફલ્યુએન્ટ ને સ્પેસિફિક પેરામીટર્સ સાથે ટ્રીટ કરવામાં આવે છે.
CETP માં 2 પદ્ધતિથી એફલ્યુએન્ટ ને ટ્રીટ કરવામાં આવે છે. જેમાં કેમિકલ ટ્રીટમેન્ટ અને બાયોલોજીકલ ટ્રીટમેન્ટથી ટ્રીટ કરી GPCB ના નોર્મસ મુજબ ચેક કરી નદી મુખ (Estuary)માં ડિસ્ચાર્જ કરવામાં આવે છે. પ્રાઇમરી સેકન્ડરી બેઝ દૈનિક 55 લાખ લિટર આવું એફલ્યુએન્ટ ટ્રીટ કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, CETPની કાર્યપ્રણાલી અંગે તેમજ જરૂરી માંગણીઓ સંદર્ભે સમયાંતરે બોર્ડ મિટિંગનું અયોજન કરવામાં આવે છે. જેમાં રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ પણ અચૂક હાજરી આપતા આવ્યા છે. નાણાપ્રધાન બન્યા બાદ કનુભાઈ દેસાઈ GIDC ના વિકાસ માટે બનતા પ્રયાસ કરી રહ્યા છે. CETP ના વિસ્તરણ માટે તેમની સામે રજુઆત કરવામાં આવી છે. બજેટમાં તેમણે CETP ની પાઇપલાઇન માટે ફંડ ફાળવ્યું છે. ત્યારે વાપી CETP પર્યાવરણની જાળવણી સાથે આગામી દિવસમાં વધુ સારી કામગીરી કરી ઉદ્યોગો ના વધારાના એફલ્યુએન્ટ ને પણ ટ્રીટ કરવામાં ઉપયોગી સાબિત થશે.