Friday, December 27News That Matters

સેલવાસ કાર્યક્રમમાં આવેલા સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ પ્રસન્ના બી. વરાલેએ ખરાબ રસ્તા વિશે કરી ટકોર, કહ્યું, અમારા ડ્રાઇવરે ખાડામાં રસ્તો શોધી અહીં પહોંચાડ્યા…

સેલવાસમાં કાનૂની શિબિરમાં ઉપસ્થિત રહેલા SC ન્યાયાધીશ પ્રસન્ના બી. વરાલેએ ખાડા વાળા રસ્તાઓ અંગે ટિપ્પણી કરી છે. તેમણે જણાવ્યું હતું કે, સૂરત થી સેલવાસ સુધીમાં રોડ માર્ગે આવતા સમયે તેમના ડ્રાઇવરે ખાડામાંથી રસ્તો શોધી અહીં પહોંચાડ્યા હતાં. તેમણે હળવાશમાં જ ખરાબ રસ્તા વિશે ટકોર કરતા કહ્યું હતું કે, અમે અહીં આવી રહ્યા હતા તો અમારા ડ્રાઇવરને ખાડામાં રસ્તો શોધવો પડતો હતો. આ માટે હું જવાબદાર અધિકારીઓને વિનંતી કરું છું કે સારા રસ્તાનો અધિકાર ભારતના દરેક નાગરિકનો છે. મારે તો કોઈ જ વખત બહાર નીકળવાનું થતું હોય છે. પરંતુ, હજારો લોકો કે જેમાં વિદ્યાર્થીઓ, કામદારો, મજૂરો રોજ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે ખરાબ રસ્તાને કારણે કોઈનો જીવ જાય એ સ્વીકાર્ય નથી.દાદરા અને નગર હવેલી અને દમણ અને દિવ બાર એસોસિએશનના સહયોગથી મહારાષ્ટ્ર અને ગોવાના બાર કાઉન્સિલ સતત કાનૂની શિક્ષણ કાર્યક્રમ અને 75માં સંવિધાન દિવસની ઉજવણી, સંવિધાન અમૃત મહોત્સવના ભાગ રૂપે એક કાર્યક્રમનું આયોજન સેલવાસ ડોકમરડી ખાતે આવેલ ડૉ.અબ્દુલ કલામ કોલેજના ઓડિટોરિયમમાં કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મેહમાન તરીકે ભારતના સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ માનનીય શ્રી ન્યાયાધીશ પ્રસન્ના બી. વરાલેએ હાજરી આપી હતી.આ કાર્યક્રમમાં ભારતીય સંવિધાનાતીલ લોકમંત્ર અને સિવિલ અને ક્રિમીનલ કાયદાની હેન્ડબુક પણ બાર એસોસિએશન તરફથી આપવામાં આવી હતી. આ સાથે જ બાર એસોસિએશન સાથે જોડાયેલા સિનિયર એડવોકેટને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ માનનીય શ્રી ન્યાયાધીશ પ્રસન્ના બી. વરાલેએ નવા એડવોકેટને સિવિલ અને ક્રિમીનલ કાયદા વિશે કાયદાકીય સમજણ આપી હતી. તેમને નવા એડવોકેટને ટ્રેનિંગ માટે બનાવવામાં આવેલ સતત કાનૂની શિક્ષણ અને બેઝિક કાનૂની શિક્ષણ પ્રોગ્રામના વખાણ કર્યા હતા. તેમણે પોતાના વ્યક્તવ્ય માં બાબા સાહેબના વિચારો ને યાદ કરતા કહ્યું હતું કે સંવિધાન ગમે એટલું સારું હોય પરંતુ એને લાગુ કરવા વાળા લોકો ખરાબ હશે તો એની અસર ખરાબ જ થશે. જ્યારે સંવિધાન ગમે એટલું ખરાબ હશે પરંતુ એને લાગુ કરનાર લોકો સારા હશે તો એનું પરિણામ સારું જ મળશે.કાર્યક્રમમાં સમાજના દરેક વર્ગનું ઉત્થાન થાય એના માટે કાર્ય કરવા માટે સૌને આગ્રહ કર્યો હતો. તેમણે એડવોકેટને પોતાના માનસિક અને શારીરિક સ્વાસ્થ ઉપર પણ ધ્યાન આપવા માટે ટકોર કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *