Sunday, March 16News That Matters

વલસાડ જિલ્લાના પુર પ્રભાવિત વિસ્તારોમાં NDRF વડોદરા ટીમની સફળ બચાવ કામગીરી

સવારે 6 વાગ્યાથી જિલ્લા વહીવટી તંત્રએ સ્થળ પર હાજર રહી નગરપાલિકાની 6 ટીમ અને NDRFની 1 ટીમ સતત સ્થળાંતર અને રેસ્ક્યુ કરી રહી છે. જ્યાં સુધી પરિસ્થિતી પાણી ન ઉતરે ત્યાં સુધી એમને સલામત સ્થળે રાખવામાં આવશે અને ઘરવખરીને થયેલા નુકશાનનો સર્વે કરવા માટે ટીમ પણ મોકલવામાં આવશે. 
લીલાપોર ખાતે ઔરંગા નદીમાં રેતી કાઢતા મજૂરો નદીની મધ્યે ફસાતા NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બે લોકોનું રેસ્ક્યુ કરાયું હતું. આ ઉપરાંત એક વ્યક્તિનું આરોગ્ય કથળતા તેમને પણ સલામત રીતે બહાર લાવી વધુ સારવાર માટે હોસ્પિટલ મોકલાયા હતા. આ બચાવ કામગીરી વેળાએ વલસાડ ધારાસભ્ય ભરતભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કાશ્મીર નગર ખાતે પાણીમાં ફસાયેલા ત્રણ લોકોનું  NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયું હતું
વલસાડ નગરપાલિકા દ્વારા 6 ટીમ બનાવી નગરપાલિકા વિસ્તારના જુદા જુદા સ્થળ પર સ્થળાંતરની કામગીરી કરવામાં આવી હતી. કાશમીર નગર વિસ્તારના આશરે 225 લોકોનું વલસાડ પારડી ગુજરાતી સ્કુલ ખાતે, તરિયાવાડ વિસ્તારના આશરે 60 લોકોનું સ્થળાંતર બેજાન બાગ ખાતે અને મોગરાવાડી છતરિયા વિસ્તારના આશરે 50 લોકોનું વલસાડ મોગરાવાડી ગુજરાતી સ્કુલમાં સ્થાળાંતર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ કિન્નરીબેન પટેલ, પ્રાંત અધિકારી નિલેષ કુકડિયા, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક મનોજ ચાવડા,  મામલતદાર (સીટી) સહિત અધિકારી કર્મચારીઓએ હાજર રહી જરૂરી માર્ગદર્શન પૂરી પાડ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *