ગુજરાત સરકાર દ્વારા પ્રેરીત ખેલ મહાકુંભમાં વાપી તાલુકા કક્ષા એ ભાઈઓ તથા બહેનોની જુદા જુદા વયજૂથની ખો ખો સ્પર્ધા વાપી ખાતે યોજાઈ હતી જેમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ સ્થિત
શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીઓએ ખેલ મહાકુંભ 3.O તાલુકા કક્ષાએ ખો-ખો સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર અને ગુજરાત બોર્ડ ઇંગ્લીશ મિડીયમ ની અન્ડર 14 અને અંડર 17 બહેનોની ટીમ પ્રથમ ક્રમે રહી હતી. અને અંડર 17 ભાઇઓની ટીમ બીજાં ક્રમે વિજેતા બની હતી. તથા શ્રી સ્વામિનારાયણ સી બી એસ સી સ્કૂલ અંડર 17 ભાઇઓની ટીમ પ્રથમ રહી હતી.
ખેલ મહાકુંભ 3.૦ તાલુકા કક્ષાની ભાઇઓ અને બેહનોની ખો-ખો સ્પર્ધા સેંટ ફ્રાન્સિસ સ્કુલ, ચલા વાપી ખાતે તારીખ:૦૭/૦૧/૨૦૨૫ મંગળવારના રોજ યોજાયી હતી. આ સ્પર્ધાનું માર્ગદર્શન સંસ્થાના કેમ્પસ એકેડમીક ડિરેક્ટર ડૉ. શૈલેષ વી. લુહાર અને તમામ આચાર્યશ્રીઓનાં ન સહયોગથી કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થિઓને શ્રેષ્ઠ તાલીમ પી ટી શિક્ષક પ્રિયંક એમ.પટેલ, મિરેન પટેલ, પ્રિયંક જી. પટેલએ આપી હતી.
પ્રથમ અને દ્વિતીય ક્રમ મેળવનાર તમામ ટીમ હવે જીલ્લા કક્ષાના ખેલ મહાકુંભમાં રમશે.
આ સિદ્ધિ બદલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના સ્થાપક પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કપિલજીવનદાસજી, પૂજ્ય રામ સ્વામીજી, પૂજ્ય હરિ સ્વામીજી, પૂજ્ય માધવ સ્વામીજી, સંસ્થાના ટ્રસ્ટી શ્રી. બાબુભાઈ સોડવડીયા તથા અન્ય ટ્રસ્ટીશ્રીઓ, કેમ્પસ એકેડેમિક ડિરેકટર ડૉ. શૈલેષ વી. લુહાર, કેમ્પસ એડમીન ડિરેકટર શ્રી. હિતેન બી. ઉપાધ્યાય, આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડે, ચન્દ્રવદન પટેલ, રીનાબેન દેસાઈ, મિનલબેન દેસાઇ, દક્ષાબેન પટેલ અને તમામ સ્ટાફે સૌને અભિનંદન પાઠવ્યા હતા.