Sunday, December 22News That Matters

વાપીમાં આયોજિત પોપ્યુલર ક્વિઝ કોન્ટેસ્ટ-2023માં શ્રી એલ.જી. હરિઆ મલ્ટી પર્પઝ સ્કૂલના વિદ્યાર્થીઓએ બાજી મારી ટ્રોફી અંકિત કરી

માણસ આત્મવિશ્વાસ સાથે મહેનત કરે તો સફળતા જરૂર પ્રાપ્ત કરે છે“ શ્રી એલ.જી. હરિઆ મલ્ટી પર્પઝ સ્કૂલ, સિલવાસ રોડ,વાપી શાળાના વિદ્યાર્થીઓએ પોપ્યુલર ક્વિઝ કોન્ટેસ્ટ -2023, જે વાપી કનાડા સંઘ દ્વારા 9 ડિસેમ્બરના રોજ આયોજિત કરવામાં આવી હતું. જેમાં કુલ 18 સ્કૂલો એ ભાગ લીધો હતો.

ચાર ગ્રુપમાં આ સ્પર્ધા આયોજિત કરવામાં આવી હતી. જેમાં શ્રી એલ.જી. હરિઆ મલ્ટી પર્પઝ શાળાના વિદ્યાર્થીઓએ શાળાનું નામ રોશન કર્યું છે. આ સ્પર્ધામાં પ્રથમ ગ્રુપમાં – માસ્ટર હેરમ શર્મા- જે ચોથા ધોરણમાં છે. માસ્ટર જેનીમ ભાડજા જે ત્રીજા ત્રીજા ધોરણમાં છે. જેમણે ગ્રુપ એકમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે.
બીજા ગ્રુપમાં  – માસ્ટર અનમોલ શ્રીવાસ્તવ જે સાતમા ધોરણમાં છે. માસ્ટર પ્રયાગ કુલકર્ણી જે છઠ્ઠા ધોરણમાં છે. જેમણે ગ્રુપ બે માં ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે. ચોથા ગ્રુપમાં – માસ્ટર નારાયણ સિંગ અને માસ્ટર હર્ષ રાજપુરોહિત જે ધોરણ 11 ના વિદ્યાર્થીઓ છે જેમણે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે.

આ બધા વિદ્યાર્થીઓને પુરસ્કાર મળવાથી ઓવર ઓલ ટ્રોફી પણ શ્રી એલજી હરિયા મલ્ટી પર્પઝ સ્કૂલને જ પ્રાપ્ત થઈ છે. આ દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શાળાના આચાર્ય શ્રીમતી બીન્ની પોલ અને ટ્રસ્ટી મેમ્બર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *