ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી ગ્રેપલિંગ ભાઈઓ બહેનોની સ્પર્ધા તારીખ ૧૮/૨/૨૫ થી ૨૨/૨/૨૫ ના રોજ મહાત્મા જ્યોતિબા ફુલે રોહિલ ખંડ યુનિવર્સીટી (બરેલી) ઉત્તર પ્રદેશ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
તેમાં રજજુ શ્રોફ રોફેલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જેમકે (૧) લોવેસ પાલીવાલ ગોલ્ડ મેડલ (૨) અર્ચના ગોસ્વામી સિલ્વર મેડલ (૩) માવો ખુશ્બુ સિલ્વર મેડલ (૪) અભિનવ સિંગ બ્રોન્ઝ મેડલ (૫) હિમાંશુ દુબે બ્રોન્ઝ મેડલ (૬) અનુજ સિંગ બ્રોન્ઝ મેડલ (૭) વિશાલ યાદવ બ્રોન્ઝ મેડલ (૮) રજની કુમાવત બ્રોન્ઝ મેડલ (૯) સ્નેહા યાદવ બ્રોન્ચ મેડલ (૧૦) નિશા જયસ્વાલ બ્રોન્ઝ મેડલ (૧૧) ચાર્મી ભદ્રા બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા હતા.
આ તમામ વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરી રજ્જુ શ્રોફ રોફેલ યુનિવર્સિટીનું નામ રોશન કર્યું છે. આ તમામ વિદ્યાર્થીઓને ઇન્ચાર્જ પ્રોવોસ્ટ ડૉ.અરવિંદમ પોલ, ઇન્ચાર્જ રજીસ્ટ્રાર અને આચાર્ય ડૉ. પ્રિયકાંત વેદ, એમબીએ કોલેજના ડાયરેક્ટર ડૉ. કેદાર શુક્લા તેમજ શારીરિક શિક્ષણના પ્રાધ્યાપક ડૉ દિલીપ ઘોલપ અને રોફેલ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓએ અભિનંદન પાઠવ્યા હતા.