Friday, October 18News That Matters

ગુજરાત રાજ્ય કક્ષાએ યોજાયેલ યુનિવર્સિટી લેવલની સ્પર્ધામાં વાપીની KBS એન્ડ નટરાજ કોલેજ NSSના વિધાર્થીઓએ કોલેજનું નામ રોશન કર્યું

વાપીની ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ વાપીમાં રાષ્ટ્રીય સેવા યોજના (N.S.S.) યુનિટની સેવાકીય પ્રવૃતિઓમાં સક્રિય છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત ખાતે ગત N.S.S. દિવસની ઉજવણીમાં કોલેજનું નામ રોશન કર્યું છે.NSS દિવસ નિમિતે વિવિઘ કલાકૃતિઓની સ્પર્ઘાઓ યોજવામાં આવી હતી. આ સ્પર્ઘાઓના વિજેતાઓ રાજ્ય કક્ષાના N.S.S. દિવસની ઉજવણીના ભાગરૂપે “ગુજરાત રાજ્ય N.S.S. સેલ” દ્વારા આયોજિત વિવિઘ કલાકૃતિની સ્પર્ઘાઓ ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ ખાતે યોજેલ હતી. આ સ્પર્ઘામાં સમગ્ર રાજ્યકક્ષાની વિવિઘ 37 યુનિવર્સિટીઓમાંથી મોટી સંખ્યામાં N.S.S. ના સ્વયંસેવકોએ ભાગ લઈ કાર્યક્ર્મને સફળ બનાવ્યો હતો.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતમાંથી 31 સ્વયંસેવક/સેવિકાઓએ ભાગ લઈ યુનિવર્સિટીનું પ્રતિનિઘિત્વ કર્યુ હતું. જેમાં સદર કોલેજના ઉજ્જ્વલ દિપસિંહ, વાજીંત્ર વાદન સ્પર્ધામાં પ્રથમ સ્થાન તેમજ ગરબા સ્પર્ધામાં સ્વયંસેવિકાઓ દ્વિતીય સ્થાને રહેતા સમગ્ર રાજ્યમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતનું નામ રોશન કરતાં ડો. કે. એન. ચાવડા સાહેબ(યુનિ. ના કુલપતિશ્રી), ડો.રમેશદાન ગઢવી (યુનિ. કૂલસચિવશ્રી) તથા ડો.પ્રકાશચંદ્ર પટેલ (N.S.S. પોગ્રામ કો -ઓર્ડિનેટર અને યુવક અને શારીરિક શિક્ષણ વિભાગના (O.S.D.) દ્વારા દરેક સ્વયંસેવકો/સેવિકાઓને શુભેચ્છા પાઠવી, આનંદ વ્યક્ત કર્યો હતો.

આ સમગ્ર પોગ્રામનું માર્ગદર્શન તેમજ ટીમ મેનેજર તરીકે સદર કોલેજના N.S.S. પ્રોગ્રામ ઓફિસર ડૉ. ખુશ્બુ બી. દેસાઈએ સેવા આપી હતી. આમ તેમના કુશળ નેતૃત્વ હેથળ ગુજરાત રાજ્ય કક્ષાએ કોલેજનું નામ રોશન થતા કોલેજના આચાર્ય ડૉ. પૂનમ ચૌહાણે તેમજ ટ્રસ્ટીગણે આનંદ વ્યક્ત કરી આભાર માનતા ભવિષ્યમાં પણ કોલેજનું નામ રોશન કરવા શુભેચ્છા પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *