સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) દ્વારા શનિવારે ટ્રેન નંબર: 20954 MGR ચેન્નઈ એક્સપ્રેસના સ્પેશિયલ એબલ્ડ પીપલ કોચમાં દરોડો પાડી ચાલતી ટ્રેનમાં જુગાર રમતા સુરત-વાપીના 7 જુગારિયાઓની ધરપકડ કરી હતી. દરોડા દરમ્યાન પકડાયેલ જુગારીયાઓને વાપી રેલ્વે સ્ટેશન પર ઉતારી ગેમ્બલિંગ એક્ટ-12 (રનિંગ ટ્રેન ગેમ્બલિંગ રેઇડ)ના આધારે વધુ તપાસ હાથ ધરી છે. વેસ્ટર્ન રેલવેની ટ્રેનમાં જુગાર રમતા જુગારીયાઓ પાસેથી SMC ની ટીમે ₹ 27,650/- રોકડા તેમજ 20,500ની કિંમતના 5 મોબાઈલ મળી કુલ 48,650નો મુદામાલ જપ્ત કર્યો છે.
જુગારીયાઓ માં ફફડાટ ફેલાવતા આ દરોડા અંગે મળતી વિગતો મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલ વેસ્ટર્ન રેલવે ડિવિઝન હેઠળ ચાલતી ટ્રેનમાં કોઈ ગેરપ્રવૃત્તિ કે ગેર વર્તન કરતું નથી તે અંગે ચેકીંગમાં હતી. તે દરમ્યાન SMC ના PI સી. એચ. પનારા અને તેમની ટીમેં બાતમી આધારે ટ્રેન નંબર 20954 MGR ચેન્નઈ એક્સપ્રેસ, સ્પેશિયલ એબલ્ડ પીપલ કોચમાં દરોડો પાડ્યો હતો.
જેમાં કોચમાં ચાલતી ટ્રેને જુગાર રમતા (1) અજય રોહીદાસ પાટીલ, પ્રેમદાસ સમાજની વાડી, દિલ્હી ગેટ, સુરત (2) સુનિલ મંગુભાઈ રાઠોડ, નાની છીપરવાર શેરી, અંબાજી રોડ, ભાગલ સુરત (3) ઓમપુરી મગનપુરી ગોસ્વામી, શ્યામસુંદર એપાર્ટમેન્ટ, અમરોલી સુરત (4) કિરણ ઇશ્વરભાઇ વ્યાસ, યોગીધરા સોસાયટી, ઉતરાણ સુરત (5) રાજ રાયચંદ પટેલ, સૂર્યાંજલિ રેસીડેન્સી, અમરોલી સુરત (6) ધવલ કનૈયાલાલ રાણા, જરી ભવન, રૂસ્તમપુરા સુરત (7) કિશોરભાઈ શંકરભાઈ ભદ્રા, ધનસુખભાઈ ની ચાલી, મહાદેવ મંદિર ની બજુમા, વાપીનાને ઝડપી પાડ્યા હતાં.
ચાલતી ટ્રેનના કોચમાં જુગાર રમતા જુગારીયાઓ પાસેથી SMC ની ટીમે ₹ 27,650/- રોકડા તેમજ 20,500ની કિંમતના 5 મોબાઈલ મળી કુલ 48,650નો મુદામાલ જપ્ત કર્યો હતો. જે બાદ તમામ જુગારીયાઓને વાપી રેલવે સ્ટેશને ઉતારી વાપી રેલવે પોલીસને હવાલે કર્યા હતાં. જુગાર રમતા 7 જુગારીયાઓ સામે ગેમ્બલિંગ એક્ટ-12 ના આધારે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ચાલતી ટ્રેનમાં SMC ના PI સી. એચ. પનારા અને તેમની ટીમે દરોડો પાડી જુગારીયાઓ ને ઝડપી પાડતા આવી પ્રવુતિ સાથે સંકળાયેલ લોકોમાં ફફડાટ ફેલાયો છે.