Thursday, November 21News That Matters

વાપીની જનસેવા હોસ્પિટલ ખાતે નિરાલી કેન્સર હોસ્પિટલના સહયોગમાં કેન્સર OPD અને કેન્સર કેમ્પનો રાજ્યના નાણાપ્રધાન કનું દેસાઈના હસ્તે શુભારંભ

 

નવસારીની જાણીતી ટ્રસ્ટ સંચાલિત નિરાલી કેન્સર હોસ્પિટલ દ્વારા વાપીની જાણીતી ટ્રસ્ટ સંચાલિત જનસેવા હોસ્પિટલ ખાતે કેન્સર OPD અને કેન્સર કેમ્પનો શુભારંભ કર્યો છે. જેનું નાણાપ્રધાન કનું દેસાઈના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આવનારા દિવસોમાં અહીં કેન્સર સર્જરી પણ કરવામાં આવે તેવી નેમ ટ્રસ્ટની છે. વાપીમાં દર્દીઓ માટે આશીર્વાદ સમાન શ્રેયસ મેડીકેર જનસેવા હોસ્પિટલમાં 16મી એપ્રિલથી કેન્સર OPD નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કેન્સર OPD સાથે નિઃશુલ્ક કેન્સર કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. દર મહિને પહેલા અને ત્રીજા શનિવારે નવસારીની નિરાલી કેન્સર હોસ્પિટલના નિષ્ણાંત તબીબો દ્વારા કેન્સર અંગે લોકોનું નિદાન કરી કેન્સર જાગૃતિ ફેલાવશે.

 

વાપીમાં 90ના દશકાથી કાર્યરત ટ્રસ્ટ સંચાલિત જનસેવા હોસ્પિટલ વાપીના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ હોસ્પિટલ છે. કોરોના કાળમાં મહત્વની સેવા પ્રદાન કરનાર આ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓને પણ ક્યોંર કરી શકાય તેવા ઉદ્દેશ્ય સાથે 16મી એપ્રિલથી કેન્સર OPD અને કેન્સર કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેનું રાજ્યના નાણાપ્રધાન કનું દેસાઈના હસ્તે તેમજ ટ્રસ્ટીઓના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે જનસેવા હોસ્પિટલ વર્ષોથી જનસેવાના કાર્યો કરી રહી છે. હોસ્પિટલમાં યુવા ટ્રસ્ટીઓની બનેલી ટીમેં આરોગ્યક્ષેત્રે અનેક આયામો સર કર્યા છે. અને વધુ એકવાર કેન્સર નામની ગંભીર બીમારીના ભયથી પીડાતા લોકો માટે કેન્સર OPD અને કેન્સર કેમ્પનું આયોજન કર્યું છે. નિરાલી કેન્સર હોસ્પિટલ અને જનસેવા હોસ્પિટલ ટ્રસ્ટનો આ પ્રયાસ સરાહનીય છે. સાથે જ અહીં 100 દર્દીઓને ઘૂંટણ ના ઓપરેશન વિનામૂલ્યે કરવાનો ટ્રસ્ટનો નીર્ધાર છે. જેમાં તેઓ સફળ થાય અને જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થશે તે માટે અભિનંદન પાઠવ્યા હતા.
તો, જનસેવા હોસ્પિટલ ખાતે દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે કેન્સર OPD અને કેન્સર કેમ્પના આયોજન અંગે નિરાલી કેન્સર હોસ્પિટલના CEO ડૉ. અનિલ જૈને જણાવ્યું હતું કે, અમારો ઉદ્દેશ્ય કેન્સર અંગે સમાજમાં જાગૃતિ લાવવાનો છે. કેન્સરના દર્દીઓનું બને તેટલું વહેલું ડાયગનોસીસ કરી તેને કેન્સરની સામે ક્યોંર કરવાની નેમ છે. જે માટે OPD માં અને કેન્સર કેમ્પમાં તબીબો દ્વારા જરૂરી દિશાનિર્દેશ આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે નિરાલી નામની યુવતીનું કેન્સરને કારણે મૃત્યુ નીપજ્યુ હતું. જે બાદ નવસારીમાં અનેક દાતાઓનાં સહકારથી નિરાલી કેન્સર હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. અદ્યતન સાધનોથી સજ્જ હોસ્પિટલમાં એક વર્ષમાં જ 9000 OPD હેન્ડલ કરી છે. 7000 દર્દીઓને રેડિએશન થેરેપી પુરી પાડી છે. 700 થી વધુ સર્જરી કરી છે. 4000થી વધુ મેડિકલ કિમો થેરેપી આપી છે. નહીં નફો નહિ નુકસાનના ધોરણે કાર્યરત નિરાલી કેન્સર હોસ્પિટલના તજજ્ઞ તબીબો દ્વારા આગામી દિવસોમાં વાપીની જનસેવા હોસ્પિટલ ખાતે પણ અદ્યતન સર્જીકલ ઇન્સ્ટ્રુમેન્ટ ઉભા કરી કેન્સર સર્જરી સેન્ટર શરૂ કરવાની નેમ છે.
કેન્સર OPD અને નિઃશુલ્ક કેન્સર કેમ્પના શુભારંભ પ્રસંગે હોસ્પિટલના ટ્રસ્ટીઓ, તબીબો, પેરામેડીકલ સ્ટાફ, દર્દીઓને પરિવારજનો, પાલિકાના પ્રમુખ, ભાજપ શહેર પ્રમુખ સહિત ઉદ્યોગજગતના ઉદ્યોગપતિઓ, દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *