Friday, October 18News That Matters

લક્ષ્મી ઈન્ટરનેશનલ શાળા દ્વારા “Space party” નું ભવ્ય આયોજન કરાયું

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે આવેલ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટ સંચાલિત લક્ષ્મી ઈન્ટરનેશન શાળામાં દ્વારા “space party”ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ Space party માં ખગોળશાસ્ત્રીએ વિદ્યાર્થીઓને અને તેમના વાલીઓને આધુનિક ટેલિસ્કોપ યંત્ર દ્વારા ચંદ્રગ્રહને બતાવ્યો હતો. એના સિવાય ઝયુપીટર ગ્રહ અને તારાઓ ટેલિસ્કોપ દ્વારા બતાવ્યા હતા. ચન્દ્ર તેમજ બીજા ગ્રહો વિશેની વિવિધ માહિતીઓ આપી અને તેના વિશેની ચર્ચા પણ કરવામાં આવી હતી.

વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ આ space party નો આનંદ માણ્યો હતો. વિદ્યાર્થીઓના વાલીઓએ આ કાર્યક્રમના આયોજન, પ્રોત્સાહન અને સફળતા અપાવનાર શાળાના ટ્રસ્ટી ચુનીભાઈ ગજેરા અને કુ.કિંજલબેન ગજેરાનો તથા શાળાના આચાર્ય પ્રવીણભાઈ પવારનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *